અકસ્માત:ઓવરલોડ લાકડા ભરેલી ટ્રકે એક કારને અડફેટે લેતાં અકસ્માત

ડભોઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇ વેગા ત્રિભેટ નજીક રેલવે બ્રિજ પાસે બનેલો બનાવ
  • ટ્રક ચાલક, ક્લીનર અને કાર સવાર ડ્રાઈવરને સામાન્ય ઈજા

ડભોઇ વેગા ત્રિભેટ નજીક આવેલ સર્કલ પાસે છોટાઉદેપુર સાઈડથી લાકડા ભરી આવતી એલ.પી. ટ્રકનો ચાલક ટ્રકમાં ભરેલા લાકડા નમી પડતા આગળ ચાલતી એક કારને અડફેટે લઈ સર્કલ નજીક જ પલટી ખાઈ ગઈ હતી. આ ટ્રક રેલ્વે ઓવર બ્રિજ ઉપરથી પૂર ઝડપે આવતી હોય ટ્રક ચાલકનું સ્ટ્રેરિંગ ઉપર કાબૂ રહ્યું ન હતું. સાથે જ ઓવર લોડ ભરેલા લાકડા એક તરફ નમી જતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જ્યારે સમગ્ર બનાવમાં કાર ચાલકને હાથે પગે ગંભીર ઇજાઓ થવા પામી હતી અને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર બંને ટ્રકમાં ફસાઈ ગયા હતા. સ્થાનીક દુકાનદારો આકસ્માત જોઈ દોડી આવ્યા હતા અને અડધો કલાકની ભારે જહેમત બાદ કારચાલક અને ટ્રકના ડ્રાઈવર તેમજ ક્લીનરને બહાર કાઢી 108 દ્વારા નજીકના દવાખાને સારવાર માટે મોકલી અપાયા હતા. બનાવમાં મોટી કોઈ જાનહાની થવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...