તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ડભોઇ પાલિકાની સભામાં તમામ વિષયોને બહુમતીના જોરે બહાલી

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બહુમતીના જોરે સત્તાધારી પક્ષે નિર્ણય લેતા કોંગ્રેસ દ્વારા પોસ્ટરો સાથે વિરોધ કરી ધરણાં કર્યા. - Divya Bhaskar
બહુમતીના જોરે સત્તાધારી પક્ષે નિર્ણય લેતા કોંગ્રેસ દ્વારા પોસ્ટરો સાથે વિરોધ કરી ધરણાં કર્યા.
  • ક્રમાનુસાર વિષયોને વંચાણે ન લેતાં વિરોધ કરી ટાવર ટોકમાં કોંગ્રસીઓ ધરણાં પર બેસી ગયા

ડભોઇ નગર પાલિકામા ભાજપાની બહુમતિ હોઇ પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમગ્રસભા ત્રણ શોકસભાના ઠરાવ સહીત 61 વિષયો સાથે શરુ કરાઇ હતી. જેમા પ્રથમ શોકસભાના વિષયો પુર્ણ થતાની સાથે જ ક્રમાનુસાર વિષયો લેવાને બદલે આગળના વિષયો વંચાણે લેતા વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરાયો હતો. જેથી બહુમતિના જોરે વિષયોને બહાલી અપાતા કોંગ્રેસે વિરોધ ચાલુ રાખ્યો હતો. એટલુ જ નહી ડભોઇના હાર્દસમા ટાવર ચોકમા ધરણા કરી બેસી ગયા હતા.

ડભોઇ નગર પાલિકામા સત્તાધારી ભાજપાની બહુમતિ હોય 21 ભાજપાના સભ્યો અને એક અપક્ષના સથવારે પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણીની અધ્યક્ષતામા સમગ્રસભા યોજાઇ હતી. જેમા બે માજી સદસ્યોના અવસાન અને એક કર્મચારીનુ અવસાન થયેલ હોય ત્રણેયને શોક દર્શક ઠારવ દ્વારા શ્રદ્ધાંજલી અપાઈ હતી. જે બાદમા ક્રમાનુસાર વિષયોને વંચાણે ન લેતા આગળના વિષયો લેતા વિરોધપક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.જો કે વિરોધ પક્ષના શુભાષભાઇ ભોજવાણી અને યોગેશભાઇ ઠાકોરની દલીલો સામે બહુમતિના જોરે સમગ્રસભામા વિષયોને બહાલી આપવાની શરુઆત કરાઇ હતી.

જેથી વિરોધપક્ષે બેઠેલી કોંગ્રેસ સમગ્રભામા વિરોધ નોંધાવાનુ ચાલુ રાખ્યુ હતુ. સમગ્રસભા પુરી થયેથી કોંગ્રેસના તમામ સભાસદોએ ડભોઇના હાર્દસમા ટાવર ચોકમા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કરી વિરોધ નોધાવ્યો હતો. જ્યારે બીજીબાજુ ભાજપા દ્વારા સમગ્રસભાને બહુમતિના જોરે તમામ વિષયોને બહાલી આપી દઈ પ્રજાહીતના કામો કરવા સામે કોંગ્રેસનો વિરોધ ન ચલાવી લેવાયાનું જણાવ્યુ હતુ. વિકાસમા વિવાદ ઉભા કરતા વિરોધ પક્ષની મનશાને જાકારો આપી બહુમતિના જોરે સમગ્રસભામા તમામ વિષયોને બહાલી આપી પ્રજાહીતના કાર્યોને પ્રાધાન્ય આપેલ હોવાનુ જણાવ્યુ હતુ.

વિરોધપક્ષના નેતાએ જ વેરા વધારાની દરખાસ્ત કરી હતી
નગર પાલિકામા હાલના વિરોધ પક્ષના કોંગ્રેસી નેતા અને માજી કારોબારી ચેરમેન શુભાષભાઇ ભોજવાણીએ 28 ફેબ્રુઆરી 2018ના રોજ વેરા વધારાની દરખાસ્ત કરી બહાલી આપી હતી. ત્યારે અત્યારે વિરોધ કરવાનો અર્થ સમજાતો નથી. સસ્તી પ્રસિદ્ધી લઈ લોકોને ગેરમાર્ગે દોરતી કોંગ્રેસને નગરજનોએ ઓળખી લેવાની જરુર છે. - વિશાલકુમાર શાહ, કારોબારી ચેરમેન, ડભોઈ પાલિકા

ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસીઓ દ્વારા ધરણાં કરાયાં
ડભોઇ પાલિકાની સભા પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણીના અધ્યક્ષ સ્થાન હોવાથી વિરોધ પક્ષ ક્રમાનુસાર વિષય ચલાવાની વાત યોગ્ય ન હોવાનું જણાવી સત્તાધારી પક્ષ દ્વારા બહુમતિના જોરે તમામ વિષયોને બહાલી આપી દેતા ટાવર ચોકમા કોંગ્રેસ દ્વારા પાલિકામા ભ્રષ્ટાચાર બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, જેવા લખાણ સાથેના પોસ્ટરો પ્રદર્શીત કરી ધરણા કરી વિરોધ નોધાવવાની ફરજ પડી હતી. - યોગેશભાઇ ઠાકોર, વિરોધપક્ષના નેતા, ડભોઈ નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...