તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વારંવાર કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતાં નગરજનો આક્રમક મૂડમાં : ઈજનેરને આવેદન

ડભોઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભીલાપુરના નવીનગરીના રહીશોએ વીજ કંપની ખાતે આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
ભીલાપુરના નવીનગરીના રહીશોએ વીજ કંપની ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

ડભોઇ તાલુકાના તરસાના ફિડરના તાબામાં આવેલ ભિલાપુર નવીનગરીમાં રાત્રે હોય કે દિવસ કલાકો સુધી વીજપુરવઠો ખોરવાઈ રહેતો હતો. છેલ્લા ઘણા સમયથી નવીનગરી વિસ્તારના સ્થાનીકો દ્વારા વીજ કંપનીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓની ઊંઘ ઉડતી ન હતી. આખરે નવી નગરીના રહીશોએ ભીલિસ્થાન લાયન સેનાનો સહારો લેવાની ફરજ પડી અને શુક્રવારે સેનાની આગેવાની હેઠળ આ રહીશોએ મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને ભારે સૂત્રોચ્ચાર કરી પોતાની હાલત અને વીજ પુરવઠાની બેધારી નીતિનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ફરજ પરના નંબર સક્ષમ અધિકારી ઇજનેર ડી. કે. રાઠવાને આવેદન પત્ર આપી પૂરતો વીજપ્રવાહની માંગ કરી હતી. ડભોઇ તાલુકામાં નજીવા વરસાદ હોય કે અન્ય કારણો સર વારંવાર વીજપ્રવાહ ખોટકાવાને કારણે પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી છે. ત્યારે વીજપુરવઠો ખોરવાય ના એ માટે મેન્ટેનન્સની કાર્યવાહી તાત્કાલિક અસરથી કરાય તેવી પણ મૌખિક માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...