તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાનાં દુનિયાવ્યાપી કહેરને લઇને તંત્ર, સંત્ર અને સર્વત્રની લાઇફ લાઇન બદલી નાંખી છે. ત્યારે ડભોઇના ધારાસભ્ય દ્વારા આજરોજ પાલિકાનાં સદસ્યો તથા સંગઠન સાથે ગુજરાતમાં પ્રથમ ઓન લાઇન મિટીંગ લઇ શોશ્યલ ડિસ્ટનસીંગનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. એટલું જ નહીં આગામી દિવસોમાં હજુ કોરોનાનાં કહેરને લઇને આ રીતે જ વહીવટી કાર્યો કરવા પડશેની આ નેટ પ્રેક્ટીસ છેનું જણાવી નગર સેવકોનાં હાલની સ્થિતિ વિષયક જાણકારી મેળવી હજુ યોગ્ય કામો કરવાનાં સુચનો વિશે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.
નવો અભિગમ અપનાવવા માટેની હાકલ કરી
ડભોઇ વિસ્તારનાં ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા સમય સાથે ચાલવાની એઇમને લઇને હાલ ચાલી રહેલાં કોરોનાનાં કહેર વચ્ચે જ્યારે સમગ્ર સમાજની જીવનશૈલી બદલી નાંખી છે. હાલ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીથી લઇને તમામ આ પ્રાથમિકતાને પ્રાધાન્યતા આપવા માટે વિડિઓ કોન્ફરન્સથી મિટીંગો લઇને વહીવટી કાર્યો કરી રહ્યા છે. ત્યારે ડભોઇનાં ધારાસભ્ય દ્વારા પણ પોતાનાં વિસ્તારમાં આવેલી ડભોઇ નગરપાલિકાનાં સદસ્યો સાથે આજે ગુજરાતમાં પ્રથમવાર પાલિકાનાં સદસ્યો સાથે વિડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. જેમાં ડભોઇ નગરમાં પણ 4 કોરોનાનાં કેસો હતાં. જેથી રેડ ઝોનમાં જ નગર છે ત્યારે 51 દિવસો સુધીમાં પાલિકા તંત્ર દ્વારા કોરોનાં સામે કેવા પ્રકારની લડત આપવામાં આવી, હાલની પરિસ્થિતિ કેવી છે તેની જાણકારી મેળવી હતી. વળી હજુ પણ કરવા યોગ્ય કામગીરીઓ શી છે? એ માટે શું કરવું જોઇએની ચર્ચાઓ પાલિકાનાં સદસ્યો તથા સંગઠનનાં પદાધિકારીઓ સાથે કરવામાં આવી હતી. આજની આ મીટીંગ તમારી માટે નેટ પ્રેક્ટીસ છે નું જણાવી હવે આ નવો અભિગમ અપનાવવા માટેની હાકલ કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.