કામગીરી:40 વર્ષ બાદ ડભોઇ પાલિકામાં 28 નવા સફાઈકર્મીઓની નિયુક્તિ થઇ

ડભોઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇ નગરપાલિકામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં નિયુક્તિ કરાઇ

ડભોઇ નગરપાલિકામાં 40 વર્ષ બાદ પ્રથમવાર સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં બુધવારે 28 જેટલા નવ નિયુક્ત સફાઈ કર્મચારીઓ ફરજ પર હાજર થયેથી પાલિકામાં ભાજપનું બોર્ડ હોય તમામ કર્મચારીઓને પાલિકા અને ભાજપ સંગઠનના પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા અને તેઓ સાથે કર્મચારીઓ પણ શુભેચ્છા મુલાકાત કરી ડભોઇ નગરપાલિકામાં સફાઈ કર્મીઓનું મહેકમ ઘણું ઓછું હતું.

સાથે છેલ્લા ઘણા વર્ષોથી ભરતી ન થવાને કારણે નગરની સ્વચ્છતાને લઇ અનેક પ્રશ્નો નગરમાં ઉભા થતા હતા.ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા માર્ગદર્શન હેઠળ અને ભાજપના બોર્ડમાં પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ,ઉપપ્રમુખ એમ.એચ.પટેલ, તેમજ નાણાપંચના ચેરમેન બીરેન શાહ દ્વાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 28 નવા કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

આ નવ નિયુક્ત કર્મચારીઓ આજથી ફરજ ઉપર હાજર થતા પૂર્વે ડભોઇ નગરપાલિકામાં જ્યારે ભાજપનું બોર્ડ હોય ત્યારે ભાજપના નગરના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લઈ સારી ફરજ માટે આશીર્વાદ લીધા હતા. સાથે સાથે ડભોઇ શહેર પ્રમુખ ડો.સંદીપ શાહ અને કારોબારી ચેરમેન વિશાલ શાહ તેમજ બિરેન શાહ દ્વારા તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પણ ખાસ નિષ્ઠા અને ધૈર્યથી કામ કરવા સહિત શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...