ભાસ્કર વિશેષ:પોરબંદરથી સાઇકલ લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઇ રહેલી કિશોરીનું ડભોઇ ખાતે સ્વાગત થયું

ડભોઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમિધા ડભોઇ  પહોંચતા સર્કિટ હાઉસ ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું. - Divya Bhaskar
સમિધા ડભોઇ પહોંચતા સર્કિટ હાઉસ ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું.
  • સમિધાની અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતાથી એકતા તરફની કૂચ, ભાજપે સ્વાગત કર્યું

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતાથી એકતા તરફના સંકલ્પથી એક કિશોરી જે ધોરણ-10માં અભ્યાસ કરી રહી છે તેનું નામ “સમિધા’ છે. આ કિશોરીએ નાની ઉંમરમાં વડોદરાને ગુજરાતને અને અખંડ ભારતને ગૌરવ થાય તેવું કાર્ય કર્યું છે. હાલમાં આપને આઝાદી કા અમૃત મહોત્સવ આ વર્ષે ઉજવી રહ્યા છે તો દીકરી સમિધાને પણ પોતાની યજ્ઞ શક્તિ અનુસાર રાષ્ટ્ર માટે કંઈક અર્પણ કરવું છે.

સમિધાને સ્વચ્છતાથી એકતા તરફની હાકલ રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકને કરવી છે કે આપણે સૌ તન મન ધનથી સ્વચ્છ થઈએ અને આ સંસ્થા થકી એક થઈને એકતાના સૂત્રમાં બધાઇએ અને આપણા અવતારો, ઋષિમુનિઓ,સંતો આચાર્ય, દેશભક્તો અને આપણા સૌના પ્યારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વસુધૈવ કુટુંબકમની કલ્પનાને સાકાર રીત કરીએ તેવા સંકલ્પ સાથે આ નાની સમિધાએ તારીખ 12 નવેમ્બર 2021થી પોરબંદર કિર્તિ મંદિરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સાયકલ લઈને પહોંચવાનું લક્ષ્ય કર્યું હતું.

ત્યારે બુધવારે 17 નવેમ્બર 2021એ વડોદરા તેમજ ડભોઇ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચી હતી. આ કિશોરીના સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બી.જે બ્રહ્મભટ્ટ, શશીકાંતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ ડભોઇ નગર મહામંત્રી અમિત સોલંકી,મહેશ દાજી,સહિત મહિલા મોરચા પ્રમુખ,ઉપપ્રમુખ અને અનેક કાર્યકરો તેમજ પટેલ સમાજ અગ્રણીઓ હાજર રહી આ નાની કિશોરી સમિધાનું પુષ્પગુંચ તેમજ હાર પહેરાવી સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...