તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભિલાપુર પાસે ટ્રકનું ટાયર ફાટતાં સામે આવતી બસને અડફેટે લીધી

ડભોઇ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
માતેલા સાંઢની જેમાં રેતી ભરી દોડતી ટ્રકનું ટાયર ફાટ્યું હતું. ટ્રક સામેના ટ્રેક પર જઈ ખાડામાં ખાબકી હતી. ટ્રકે લક્ઝરી બસને અડફતે લીધી હતી. - Divya Bhaskar
માતેલા સાંઢની જેમાં રેતી ભરી દોડતી ટ્રકનું ટાયર ફાટ્યું હતું. ટ્રક સામેના ટ્રેક પર જઈ ખાડામાં ખાબકી હતી. ટ્રકે લક્ઝરી બસને અડફતે લીધી હતી.
 • લક્ઝરી બસને ભારે નુકસાન થયું : કોઈ જાનહાનિ નહીં
 • પોલીસ ન આવતાં પોલીસ ચોકી પાસે 3 કિમીનો ટ્રાફિકજામ

ડભોઇ વડોદરા રોડ પર રેતી ભરી માતેલા સાંઢની જેમ દોડતી પૂર ઝડપે વડોદરા તરફ જતી હાઈવા ટ્રકનું ભિલાપુર નજીક ટાયર ફાટતા ટ્રક ચાલક નું સ્ટેરિંગ પર કાબૂ જતાં ફોર ટ્રેક રોડની બીજી બાજુએ આવતી એક લક્ઝરી બસને અડફેટે લઈ રોડની બાજુના ખાડામાં ઉતરી ગઈ. જોકે આ અકસ્માતને પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી. પણ બસ ચાલકને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવને પગલે લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા તત્કાલીક સ્થળ પર પહોંચી ટ્રાફીક નિયંત્રણ કરવામાં આવ્યું હતું.

ડભોઇ ઓરસંગ નદીના પટમાંથી રેતી ભરી એક હાઈવા ટ્રકનો ચાલક પૂર ઝડપે વડોદરા તરફ જઇ રહ્યો હતો. તે અરસામાં ભિલાપુર નજીક અચાનક હાઈવા ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ફોર ટ્રેક રોડનું ડીવાઇડર કૂદી સામેના રોડ ઉપરથી વડોદરા તરફથી આવતી એક લક્ઝરી બસને અડફેટે લીધી હતી. સમગ્ર બનાવને પગલે લક્ઝરીના પેસેંજરોમાં ભારે ફફળાટ વ્યાપ્યો હતો.

જો કે કોઈ જાણહાની થવા પામી ન હતી. જ્યારે ટ્રક રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી. ટ્રક ચાલક અને લક્ઝરીમાં સવાર લોકોને સદનસીબે કોઈ ઇજા થવા પામી ન હતી. આ અકસ્માતને પગલે રોડની બંને તરફ 3 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. જે કલાકો બાદ પોલીસ આવી જતાં તત્કાલીક ધોરણે ટ્રાફીક નિયંત્રણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો