તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ હીરાભાગોળ રાણાવાસના રહીશ તિલકવાડા ખાતે સામાન મૂકવા પોતાનો ટેમ્પો લઈ જતાં હતા. તે અરસામાં ડભોઇ તાલુકાના ચનવાડા નજીક રોંગ સાઈડ ઉપર પૂર ઝડપે આવતા હાઈવાનું ટાયર ફાટતા ચાલકનો સ્ટેરીંગ પરથી કાબૂ જતા ટેમ્પા ને ટક્કર મારતા ટેમ્પા માં સવાર પાંચ લોકોને ગંભીર ઇજા થતાં વડોદરા સારવાર માટે લઈ જવાયા હતા.
ડભોઇ હીરાભાગોળ રહેતા નરેશભાઈ જયંતીભાઈ રાણા પોતાના ગ્રાહકનો સામાન મૂકવા સવારે તિલકવાડા જવા પોતાનો ટેમ્પો લઈ નિકળ્યા હતા. ડભોઇ તાલુકાના ચનવાડા નજીક સામેથી એક રોંગ સાઈડ ઉપર રેતી ભરેલી હાઈવા ટ્રકનો ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. અચાનક તે હાઈવાનું આગળનું ટાયર ફાટતાં હાઈવા ચાલકનું સ્ટેરિંગ ઉપર કાબૂ જતાં હાઈવા ચાલકે ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પામાં સવાર નરેશભાઈ રાણા સહિત સામાનના માલીકને માથા, હાથે અને પગે ગંભીર ઇજાઓ થઈ હતી. સમગ્ર બનાવમાં મોટી જાનહાની થઈ ન હતી. જ્યારે ટેમ્પો ચાલકને વધુ ઇજાઓ થતાં તેને વડોદરા સારવાર માટે લઈ જવાયો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.