દુર્ઘટના:તરસાણા ખાતે એમ્બ્યુલન્સ અને બાઈક વચ્ચે અકસ્માત, કિડનીના દર્દીને એમ્બ્યુલન્સમાં MPથી વડોદરા લઈ જવાતો હતો

ડભોઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ તરસાના ક્રોસિંગ નજીક મધ્યપ્રદેશથી દર્દી લઈ આવતી એમ્બ્યુલન્સને બાઈક જોડે અકસ્માત થતા 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. - Divya Bhaskar
ડભોઇ તરસાના ક્રોસિંગ નજીક મધ્યપ્રદેશથી દર્દી લઈ આવતી એમ્બ્યુલન્સને બાઈક જોડે અકસ્માત થતા 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી.
  • 7ને નાની-મોટી ઈજાઓ થતા વડોદરા સારવાર અર્થે ખસેડાયા

ડભોઇ તાલુકાના તરસાણા ક્રોસિંગ નજીક મધ્ય પ્રદેશથી મહિલા દર્દીના કિડીનીના ઓપરેશન માટે વડોદરા તરફ એમ્બ્યુલન્સમાં લઈ એમ્બ્યુલન્સ ચાલક જઇ રહ્યો હતો. તે અરસામાં સામેથી એક મોટરસાઇકલ ચાલક ગફલતભરી રીતે મોટર સાઇકલ હંકારી આવી રહ્યો હતો. જે એમ્બ્યુલન્સમાં અથાડતા અકસ્માત સર્જાયો હતો. જો કે સમગ્ર બનાવમાં કોઈ મોટી જાણ હાની થવા પામી ન હતી. પણ એમ્બ્યુલન્સના ચાલક સહિત દર્દી અને બાઇક સવાર સહિત 7 લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.

ઘટનાની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને 108ની મદદથી ઇજાગ્રસ્ત દર્દીઓને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જો કે સમગ્ર બનાવને પગલે રોડની બંને સાઈડ ટ્રાફીક જામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે આવી ટ્રાફીક નિયંત્રણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...