તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

18+ને રસી આપવાનો પ્રારંભ:ડભોઇમાં સવારથી સાંજ સુધીમાં આશરે 600 યુવાનોએ રસી લીધી

ડભોઇ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભોઇમાં 18થી 44 વર્ષના યુવાનોને રશિ મુકવાનો પ્રારંભ થતા શુક્રવારથી રસી મુકવા આવેલા યુવાનો નજરે પડે છે. - Divya Bhaskar
ડભોઇમાં 18થી 44 વર્ષના યુવાનોને રશિ મુકવાનો પ્રારંભ થતા શુક્રવારથી રસી મુકવા આવેલા યુવાનો નજરે પડે છે.

ડભોઇ તાલુકામાં 3 જેટલા સેન્ટર ઉપર શુક્રવારના રોજથી 18 વર્ષથી 44 વર્ષના યુવાનોને રસી મૂકવાનો પ્રારંભ થયો છે. સવારથી સાંજ સુધીમાં આશરે 600 યુવાનોએ રશી મુકાવી હતી. ત્યારે ડભોઇ આઈ.ટી.આઈ. સેન્ટર ઉપર સી.ડી.એચ.ઓ. સુરેન્દ્રભાઈ જી. જૈન જિલ્લા આરોગ્ય અધીકારીએ મુલાકાત લઈ વેક્સિનેશન કામગીરીની સમીક્ષા કરી હતી.

ડભોઇ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર યુવાનોને ભરખી રહે છે. તેવામાં સરકાર દ્વારા 18 વર્ષ ઉપરના લોકો ઝડપીથી રસિ મુકાવે તે માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારથી વડોદરા જિલ્લાના 25 સેન્ટરો ઉપર રજિસ્ટ્રેશન પદ્ધતીથી 18 વર્ષ ઉપરના યુવાનોને રશી મૂકવાનો પ્રારંભ થયો હતો.

જેમાં ડભોઇ તાલુકાના 3 સેન્ટરો ઉપર 600 યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવી રસી લીધી હતી. ત્યારે ડભોઇ આઈ.ટી.આઈ. ખાતે રસિકરણ કામગીરીની વડોદરા જિલ્લા આરોગ્ય આધીકારી ડો. સુરેન્દ્ર જી. જૈન, ડભોઇ તાલુકા આરોગ્ય અધીકારી ડો. ગુડિયા રાણી સાહતીનાઓએ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. રસીકારણ ઝડપી બનવા વધુમાં વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...