તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ડભોઇ તાલુકાના 25 જેટલાં ગામો કોરોનામુક્ત બન્યાં

ડભોઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • થુવાવી અને કાયાવરોહણ ગામ સૌથી વધુ સંક્રમિત
  • 47 ગામોમાં 5 થી ઓછા કેસ મળ્યા, 8 ગામમાં 50થી વધુ કેસ નોંધાયા, 147 પૈકી 122 ગામો સંક્રમિત

ડભોઇ આરોગ્ય વિભાગના મત મુજબ તાલુકામાં વસાહતો તેમજ પરા મળી કુલ 147 ગામો છે. જે પૈકી 122 ગામો સંક્રમિત છે. તેની સામે 25 ગામો કોરોનામુક્ત થયાં છે. સંક્રમિત ગામો પૈકી થુવાવી અને કાયાવરોહણ ખાતે સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 47 ગામોમાં 5થી ઓછા કેસો છે. ચોપડા પરની આ પરિસ્થિતિની સામે વાસ્તવિકતા કંઇક જુદી જ છે.ડભોઇ નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો કહેર હવે વધુ વકરી ઉઠયો છે. તાલુકામાં તો કુલ 119 ગામો છે પરંતુ નર્મદા વિસ્થાપિતોની વસાહતો તેમજ નાના પરા ગામોને જોતા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 147 ગામોની ગણતરી કરાઇ રહી છે.

હાલ વકરેલા કોરોનાને જોતા 122 જેટલા ગામો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેની સામે 25 ગામો કોરોના મુક્ત છે. જેમાં મોટેભાગે વસાહતો અને પરા ગામોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ હાલ 622 જેટલા કેસો સમગ્ર તાલુકામાં એક્ટિવ છે, જે પૈકી 72 કોવિડ કેર સેન્ટરમાં, 8 કેસો સરકારી હોસ્પિટલોમાં અને 46 ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે 496 હોમક્વોરન્ટાઇન છે.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ થુવાવીમાં 100 અને કાયાવરોહણમાં 130 કેસો છે. જ્યારે 50થી વધુ કેસો એવા 8 ગામો છે જ્યારે 5થી ઓછા કેસો એવા 47 ગામો છે. આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા ત્રણ દિવસના આંકડા જોઈએ તો કુલ 80 કેસો નોંધાઈ ચુક્યા છે. તેની સાથે હાલના એક્ટિવ કેસ 702 સુધી પહોંચી ગયા છે.

આરોગ્ય વિભાગ અને રેફરલ હોસ્પિટલના આંકડાઓમાં જ આસમાન જમીનનો ફેર
સરકારી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ મુજબ 8 કેસો જ્યારે વાસ્તવમાં રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ થયેથી 89 કેસો જે પૈકી 35 સાજા થઈ ગયા. જ્યારે એકનું મોત નીપજ્યું. આ તફાવત જોતાં ખાનગી હોસ્પિટલ તેમજ હોમક્વોરન્ટાઇનનો આંક તો અધધ જ પુરવાર થાય તેમ છે
122 સંક્રમિત ગામો સામે 9 આઇસોલેટેડ સેન્ટર
122 સંક્રમિત ગામો સામે 9 આઇસોલેટેડ સેન્ટર વિવિધ ગામમાં ઉભા કરવામાં આવ્યા છે. તેની સામે ડભોઇ નગરમાં પણ મેઘા ખાતે 50 ઉપરાંત બેડનું જ્યારે રેફરલ હોસ્પિટલ ખાતે 20 બેડ ધરાવતું ઓક્સિજન સહિતનું સેન્ટર સેવા આપી રહ્યું છે.
નર્મદા નદી કિનારાના ગામો કોરોનામુક્ત
કોરોના મુક્ત ગામમાં 4 નર્મદા વિસ્થાપિતોની વસાહતો, 7 પરા અને 14 નાના ગામોનો સમાવેશ થાય છે. વસાહતોમાં સિતપુર વસાહત, કરણેટ વસાહત, કુકડ વસાહત અને વડજ વસાહતનો સમાવેશ થાય છે. પરાની વાત કરીએ તો લાભપુરા, ખોડીયારપરા, સમશેરપુરા, નારણપુરા, ગોવિંદપુરા, કળધરાપુરા વગેરેનો સમાવેશ થાય છે. જે ગામથી દૂર અને નહિવત વસ્તી ધરાવે છે. બાકીના જે કોરોનામુક્ત ગામો છે જે નદી કિનારા પરના ગામો છે. જ્યાં કુદરત શુદ્ધ હવા પાણી આ ગ્રામજનોને આપી રહ્યું છે. તદઉપરાંત બહારનો સંપર્ક પણ આ ગામો, વસાહતો અને પરામાં જોવા મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...