આયોજન:સરકારની વિવિધ યોજનામાંથી રું.20 કરોડ જેટલા મંજૂર કામોનું વિતરણ થયું

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને પંચાયત મહાસંમેલન યોજાયું

દર્ભાવતી(ડભોઇ)ના આંગણે પંચાયત મહાસંમેલન વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષસ્થાને કેલનપુર દાદા ભગવાન સંકુલ ખાતે યોજાયું હતું. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનામાંથી 20 કરોડ મંજૂર થયેલ કામોનું 140 ડભોઇ વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ 113 ગ્રામ પંચાયતોના સરપંચોને સાથે રાખી વિતરણ કરાયું હતું. આ તબક્કે ગીતાબેન રાઠવા ઉપસ્થિત હતા.

સમગ્ર ભારતભરમાં આઝાદી અમૃત મહોત્સવ યોજાઇ રહ્યો છે. ત્યારે 140 ડભોઇ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષપણા હેઠળ કેલનપુર દાદા ભગવાન સંકુલ ખાતે વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ડભોઇ તાલુકો તેમજ નવા સીમાંકનના ગ્રામ્ય વિસ્તારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટે 20 કરોડ ઉપરાંતના કામો સરકાર દ્વારા મંજૂર કરાયેલ છે. એકસાથે 113 ગ્રામ પંચાયતના સરપંચોને ઉપસ્થિત રાખી આ મંજૂર કામનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા, તા.પં., પાલિકા પ્રમુખ, તા.તેમજ જિ.પં.ના સદસ્યો વગેરે હાજર રહ્યા હતા.

ડભોઇ તાલુકામાં કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું
ડભોઇ તાલુકાના ફરતીકુઈ, થુવાવી, અંગૂઠણ, ઠીકરિયા કુવરવાડા બનૈયા ખલીપુરના સરપંચ તથા ડે. સરપંચ અને અનેક કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ વિચારધારા ધરાવતા 150 ઉપરાંતે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અને સાંસદ ગીતાબેનના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. શુક્રવારે ડભોઇ કેલનપુર ખાતે પંચાયત મહાસંમેલન યોજાયું હતું. જેમાં તાલુકાના 7 ગામના કોંગ્રેસના ડેપ્યુટી સરપંચ અને કાર્યકરો ભાજપમા જોડાયા હતા. ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ સૌનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...