તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:તેનતલાવની મહિલા તલાટીના પર્સની ચીલઝડપ કરનાર ઝડપાયો

ડભોઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલા તલાટીના પર્સની ચીલઝડપ કરનાર શખ્સ જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
મહિલા તલાટીના પર્સની ચીલઝડપ કરનાર શખ્સ જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો.
  • નાંદોદી ભાગોળ વિસ્તારમાં જિલ્લા LCBએ ઝડપ્યો
  • બીમાર પત્નીની દવા માટે પૈસા ખૂટતા ચોરી કરી હોવાનું કબૂલ્યું

ડભોઇ પોલીસની હદ વિસ્તારમા જિલ્લા એલ.સી.બી.ટીમ કામગીરીમા હતી. ત્યારે બાતમી મળેલ કે એક ઇસમ બાઈક સાથે મોબાઇલ નંગ-2 વેચવા ફરી રહ્યો છે. જેથી નાંદોદી ભાગોળ વિસ્તારમા એલ.સી.બી. ટીમે વોચ ગોઠવી શંકાષ્પદ બાતમી આધારીત વર્ણનવાળા ઇસમને ઝડપી અંગ ઝડતી કરતા તેની પાસેથી બે નંગ મોબાઇલ, બાઈક તેમજ રૂા. 1800 રોકડા મળી આવ્યા હતા. જેથી તેની પુછપરછ કરતા બે માસ અગાઉ સાઠોદ પાસે પંચમુખી હનુમાનજી મંદિર નજીક એકટીવા ચાલક મહીલાનુ પર્સ આંચકી ભાગી ગયેલ હતો. ગુન્હાનો આરોપી હોવાનો ભેદ ઉકેલાતા કાયદેસરની કાર્યવાહી કરી ડભોઇ પોલીસને સુપ્રત કર્યો હતો.જિલ્લા એલ.સી.બી. ટીમ ડભોઇ પોલીસની હદ વિસ્તારમાં ચોરીના બનેલા ગુન્હાના ભેદ ઉકેલવાની કામગીરીમા હતા. ત્યારે નાંદોદી ભાગોળ પાસેથી બાતમી મુજબનો શંકાષ્પદ આરોપી ઝડપાયો હતો.

પોલીસ પુછપરછમા તેને જણાવ્યુ હતુ કે પોતાની પત્નિને થાઇરોઇડની બિમારી હોવાથી ડભોઇ દવા લેવા માટે આવ્યો હતો. દવાના બીલમા રૂપિયા ખુટતા દવા લીધા વિના જ પરત જતા ઇસમને એકટીવા ચાલક મહીલા તલાટીના ખભે ભેરવેલ પર્સને જોઇ ચોરી કરી પત્નિ માટે દવા લેવાનુ સુજ્યુ હતુ. જેથી મહીલાનુ પર્સ આંચકી ચોરી કરી ભાગી છુટ્યો હતો. જે બાદમા ચણવાડા કેનાલ પાસે ઉભો રહી પર્સમા રહેલ રોકડ તેમજ બે નંગ મોબાઇલ કાઢી પર્સ કેનાલમા નાખી દીધુ હોવાનુ એલ.સી.બી.એ ડભોઇની નાંદોદી ભાગોળ પાસે મોબાઇલ વેચવા ફરતા શંકાષ્પદ ઇસમ નામે વસીમઅકરમ અલીબાબા દાયમા રહે. વાસણ ગામ તા. તિલકવાડાનો હોવાનુ ખુલ્યુ હતુ. જેથી ડભોઇ નજીક બનેલા ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...