કાર્યવાહી:ડભોઈ ભાગોળ પાસેથી કતલખાને લઈ જવાતા 14 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ

ડભોઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખિલ ભારત હિંદુ મહાસભાના ગૌરક્ષકોએ ટ્રક ઝડપી પાડી
  • ટ્રક ચાલક અને ક્લીનરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

ડભોઇ પંથકમા છેલ્લા એક સપ્તાહથી કેટલાક ઈસમો પશુઓને પોતાના ટેમ્પોમાં ખીચો ખીચ ભરી લઇ જતા હોવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે રવિવારના રોજ વધુ એક એલ.પી. ટ્રક નાંદોદી ભાગોળ નજીકથી અખિલ ભારત હિન્દૂ મહાસભાના ગૌ રક્ષકો દ્વારા 14 જેટલી ભેંસોને બદ ઇરાદે કતલ કરવા લઈ જતા હોવાનું માલુમ પડ્યું હતું. એલ.પી. ચાલકને પોલીસને સાથે રાખી રોકી 14 પશુઓનો જીવ બચાવ્યો હતો.

ડભોઇ પંથકના મુખ્ય માર્ગો ઉપરથી કેટલાક ટ્રક ચાલકો પોતાની માલિકીની ટ્રકોમા ગૌ વંશ અને પશુઓ કતલ કરવા લઈ જવાના ઇરાદેથી હેરાફેરી કરતા હોવાની વાત ગૌ રક્ષકોને માલુમ પડ્યું હતું. જે અનુસંધાને આજે અખિલ ભારત હિન્દૂ સભાના ગૌ રક્ષકો શિનોર ચાર રસ્તા પાસે ઉભા હતા. તે દરમ્યાન એક શંકા સ્પદ ટ્રક ત્યાંથી પસાર થતા તેનો પીછો કરી નાંદોદી ગેટ પાસે ઉભી રાખી હતી. તપાસ કરતા તેમાં 14 જેટલી ભેંસો ખીચોખીચ ભરી કોઈ પણ જાતના તબીબી સર્ટિફિકેટ કે ઘાસ કે પાણીની સુવિધા વગર બંધ બોડીમા ભરી રેખી હતી.

પોલીસને બોલાવી ટ્રક ચાલક બરકતખાન મમતખાન પઠાણ, રહે જાસલપુર રોડ, તા. કડી, જિ. મહેસાણા, અને ક્લીનર હૈદરખા ભાઈખા બલોચને પોલીસને સોંપી કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી. જે અનુસંધાને ડભોઇ પોલીસ દ્વારા બંને ઈસમોની અટકાયત કરી પશુ રક્ષણ ગુન્હા અંતર્ગત ધરપકડ કરી પશુઓને કરજણ પાંજરા પોળ મૂકી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...