તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ડભોઈ પાલિકાના શોપિંગ સેન્ટર પાસે ડુપ્લિકેટ વાયરો વેચતો વેપારી ઝડપાયો

ડભોઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીકેબ કંપનીના રૂા. 47871નો ડુપ્લિકેટ વાયરોનો જથ્થો જપ્ત કરાયો

ડભોઇ નગર પાલીકા સોપિંગ નજીક આવેલ મિતેશ ઈલેક્ટ્રોનિક દુકાનના માલીક છેલ્લા કેટલાય સમયથી પોલીકેબ કંપનીના ડુપ્લિકેટ વાયરોનું વેચાણ કરતાં હોવાની જાણ કંપનીને થતા કંપનીની ટીમે આવી છાપો મારી ડુપ્લીકેટ વાયર સાથે વેપારીને ઝડપી પાડી પોલીસને હવાલે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેડભોઇ ખાતે નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી મિતેશ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં સ્ટાન્ડર કંપનીના ડુપ્લીકેટ વાયરોનું વેચાણ કરતા વેપારીની દુકાનમાં પોલીકેબ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર અને માનસ્ટોન્સ કન્સલટિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન ઈન્ડિયાના અધીકારી દ્વારા રેડ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

અને ડૂબ્લિકેટ વાયરોનો જથ્થો રૂા. 47871નો જપ્ત કરી દુકાનદાર સામે ડભોઇ પોલીસને ફરીયાદ કરતાં ડભોઇ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડભોઇ નગરપાલીકા શોપિંગ સેન્ટર નજીક આવેલી મિતેશ ઈલેક્ટ્રોનિક નામની દુકાનમાં પોલીકેબ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર દિલિપકુમાર કિશનંદન સિંગ અને માનસ્ટોન્સ કન્સલટિંગ એન્ડ ઇન્વેસ્ટિગેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના અધીકારી સંજીવ દુલીચંદ ખીચી દ્વારા કંપનીનો માલ ઓછો વેચાણ થતો હોય માહિતી મળી હતી કે ડભોઇના બજારોમાં ડુપ્લિકેટ વાયરો કંપનીના વેચાઈ રહ્યા છે.

જે આધારે ચેકિંગ કરતાં ડભોઇ મિતેશ ઇલેક્ટ્રોનિક્સ દુકાનમા સફેદ થેલીમાં મુકેલ વાયરોને અલ્ટ્રાવાયોલેટ ટોર્ચથી ચેક કરતાં તે ડુપ્લિકેટ મળી આવ્યા હતા. જે આધારે દુકાનના માલિક મિતેશભાઈ સુરેશભાઈ પટેલ રહે. અંબિકાનગર ડભોઇ વિરુદ્ધ ડભોઇ પોલીસને ફરીયાદ કરતાં ડભોઇ પોલીસે રૂા. 47871નો ડુપ્લિકેટ વાયરોનો જથ્થો કબજે કરી મિતેશભાઈ સુરેશભાઈ પટેલ સામે ગુન્હો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મિતેશભાઈને પૂછપરછ કરતાં ડુપ્લિકેટ વાયરો તેમણે કોઈ ભાટીયાભાઈ જેમનું પૂરું નામ, સરનામું ખબર નથી તેમની પાસેથી લીધો હતો. ભાટીયાભાઈ નામના ઈસમ સામે પણ ગુન્હો દાખલ કરી તેને શોધી કાઢવા તપાસ અધીકારી મહિલા પી.એસ.આઈ. દેવાંગી કે. પંડ્યા દ્વારા ચક્રોગતીમાં કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો