કાર્યવાહી:ડભોઇના સિતપુરમાં ખાડામાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતર માં ખાડો ખોદી છુપાવી રાખેલ વિદેશીદારૂનો જથ્થો. - Divya Bhaskar
ખેતર માં ખાડો ખોદી છુપાવી રાખેલ વિદેશીદારૂનો જથ્થો.
  • ખેતરમાંથી 137 નંગ દારૂની 31,550ની બોટલો જપ્ત
  • પોલીસે ખેતર માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી

ડભોઇ તાલુકાની સિતપુર વસાહતમાં રહેતા એક ખેડૂતે પોતાની માલિકીના ખેતરમાં ખાડો ખોદી સંતાડી રાખેલ દારૂનો રૂપિયા 31,550નો જથ્થો ડભોઇ પોલીસે બાતમી આધારે ઝડપી પાડી ખેતર માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના સિતપુર વસાહતમાં રહેતા કિરણભાઈ જયંતીભાઈ વસાવાએ પોતાની માલિકીના કપાસમાં ખેતરમાં ખાડો ખોદી દારૂનો જથ્થો સાંતળી રહ્યો હોવાની પાક્કી બાતમી ડભોઇ પીઆઈ કે.જે. ઝાલાને મળતા ડભોઇ પોલીસ જવાન અર્જુનભાઇ તેમજ યુવરાજભાઈ દ્વારા પંચોને સાથે રાખી રેડ કરતા બાતમીમાં ખેતરમાંથી 137 નંગ દારૂનો રૂપિયા 31550નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ખેતર માલિક કિરણભાઈ વસાવા સામે કાર્યવાહી હાથ ધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...