શોધખોળ:ડભોઇ જનતા નગરમાં ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ડભોઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરાર બૂટલેગરને પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

ડભોઇ ઇ.પી.આઇ.એ.જી.પરમારને બાતમી મળેલ કે જનતાનગર વિસ્તારમાં રહેતો ઇસમ પોતાના ઘરેથી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે ડી.સ્ટાફના જવાનો સાથે છાપો મારતા તેના ઘેરથી વિદેશી દારૂની જુદીજુદી બ્રાંડની બોટલો નંગ-90 કિં.રૂ.11902નો જથ્થો ઝડપાઇ ગયો હતો. જ્યારે બૂટલેગર ફરાર થઈ જતા પોલીસે ભાગેડુ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ મહુડીભાગોળ બહાર જનતા નગર વિસ્તારમાં રહેતો અલ્તાફ ઇબ્રાહીમભાઇ પટેલ પોતાના ઘરમાં ભરતીય બનવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે ઇ.પી.આઇ.એ.જી.પરમારે ડિ.સ્ટાફના જવાનો સાથે છાપો મારતા પોલીસને જોઇ બૂટલેગર ફરાર થઈ ગયો હતો.

જ્યારે તેના ઘરમાં રસોડાના ભાગમાં મુકેલ મીણીયાની થેલીઓમાંથી ક્વાટરીયા નંગ-24 કિં.રૂ.3120,બિયર ટીન નંગ-37 કિં.રૂ.3700 તેમજ પ્લાસ્ટીક હોલ નંગ-06 કિં.રૂ.3150 તેમજ દારૂના પાઉચ નંગ-23 કિં.રૂ.1848 મળી કુલ વિદેશી દારૂની બોટલો નંગ-90 કિં.રૂ. 11902નો મુદ્દામાલ ઝડપાઇ જવા પામ્યો હતો. જ્યારે બૂટલેગર પોલીસને જોઇ ભાગી છૂટ્યો હોય તેને ભાગેડુ જાહેર કરી પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોધી શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...