ડભોઇ નાંદોદી ભાગોળ હરિહર આશ્રમના વિજય મહારાજના સાંનિધ્યમાં પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કાવડયાત્રા યોજાઈ હતી. જેમાં 150 યુવકોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દક્ષિણ પ્રયાગથી ચાંદોદ ખાતેથી નર્મદા જળ લઈને આવેલી કાવડ યાત્રાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શિનોર ચાર રસ્તા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે વાઘનાથ શિવાલય અને પંચેશ્વર શિવાલય ખાતે જળાભિષેક કરવામાં આવ્યો હતો.
ડભોઇ હરિહર આશ્રમના મહંત અને નવનાથ કાવડયાત્રાના પ્રણેતા વિજય મહારાજના સાંનિધ્યમાં ડભોઇ શ્રાવણ માસમાં દર વર્ષની જેમ કાવડયાત્રાનું ચાલુ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 કાવડ યાત્રીઓ આ યાત્રામાં જોડાયા હતા. પૂર્વ રાત્રિના દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે પહોંચી વહેલી સવારના નર્મદા જળ ભરી કાવડિયા દ્વારા ડભોઇ આવવા પ્રયાણ કરી ચૂકી હતી.
જે યાત્રા સવારના 10:00 કલાકે ડભોઇની શિનોર ચોકડી ખાતે આવી પહોંચતાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ, બીરેનભાઈ શાહ, ડો. સંદીપ શાહ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાવડયાત્રા ડભોઇ આવી બાદ પ્રથમ વાઘનાથ શિવાલય ખાતે પહોંચી હતી. જ્યાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકા ઉપપ્રમુખ એમ.એચ.પટેલ અને પૂ. વિજય મહારાજ દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ નાંદોદી ભાગોળ ખાતે કાવડ યાત્રા વિરામ બાદ આશ્રમ ખાતે ભવ્ય ભંડારાનું પણ આયોજન હરિહર આશ્રમ ખાતે કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.