અકસ્માત:ડભોઇમાં ટ્રકે ટક્કર મારતાં પિકઅપ વાન પલટી ગઇ, કોઇ જાનહાનિ નહીં

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરિતા રેલવે ક્રોસિંગ પર બ્રિજ પાસે અકસ્માત, કોઇ જાનહાનિ નહીં

ડભોઇ કેવડીયા રોડ ઉપર આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર નજીક સરીતા ક્રોસિંગ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વડોદરા તરફથી પૂર ઝડપે આવતી એલ.પી. ટ્રકના ચાલકે સામેથી આવતી શાકભાજી ભરેલ પીકઅપને ટક્કર મારતા પીકઅપ રોડની વચ્ચો વચ્ચ પલટી મારી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી. પણ પિકઅપ ચાલકની શાકભાજી અને ગાડીને ભારે નુકશાન થવા પામ્યું હતું.ડભોઇના સરિતા ક્રોસિંગ નજીક રેલ્વે ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીને લઇ અવાર નવાર ડાયવર્ઝનના અભાવને કારણે અકસ્માતો સર્જાય છે.

ગતરાત્રીના વડોદરા તરફથી પૂર ઝડપે આવતી એલ.પી ટ્રકના ચાલકે કુબેરેશ્વર મહાદેવ મંદિર નજીક સામેથી શાકભાજી ભરી આવતી પીકઅપ ગાડીને ટક્કર મારતા પીકઅપ ગાડી રોડ ઉપર પલટી મારી ગઈ હતી. જેને પગલે પીકઅપમાં રહેલ શાકભાજી રોડ ઉપર ફગોટાઈ ગઈ હતી. જો કે સમગ્ર બનાવમાં કોઇ જાણહાની થવા પામી નથી. પણ પિકઅપ ચાલકને ગાડી અને શાકભાજીનું ભારે નુકશાન થવા પામ્યું હતું.

રેલ્વે તંત્ર દ્વારા ઓવર બ્રિજની કામગીરી ચાલતી હોય ત્યારે વહેલી તકે ડાઈવર્જનની વ્યવસ્થા કરી અવાર નવાર બનતા અકસ્માતને પગેલ આ વિસ્તારમાં રહેતા સ્થાનીકોમાં અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...