તપાસ:ખાનપુરામાં માછીમારી કરતા આધેડનું તળાવમાં ડૂબતાં મોત

ડભોઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવમાં પાણીનો વધુ ભરાવો થતાં આધેડ ડૂબ્યા
  • ખાનપુર તળાવમાં બીજે દિવસે સવારે લાશ મળી

ડભોઇ તાલુકાના ખાનપુરા ગામે રહેતા 48 વર્ષીય આદિવાસી આધેડ ગતરોજ સાંજના જાળ લઈ ગામના તળાવમાં માછીમારી કરવા ગયો હતો. ત્યારે રંગાઇ કાંસનું પાણી વધી જતાં ખાનપુરા તળાવમાં પાણીનો વધુ ભરાવો અને વહેણ વધતાં માછીમારી કરનાર આધેડ ઉંડા પાણીમા ગરક થઈ ગયો હતો.

ખાનપુરા ગામે રહેતા અરવિંદભાઇ શનાભાઇ વસાવા ઉ.વ.48 મંગળવારે સાંજે પાંચ વાગે માછીમારી કરવા ગામના તળાવમાં જાળ લઈને ગયા હતા. ત્યારે માછીમારી કરતાં તળાવના ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. બાદ ગામલોકોએ તળાવ તેમજ આજુબાજુમાં પાણીના ભરાવામાં તેમની શોધખોળ કરી હતી. છતા પણ મળી આવ્યા ન હતા.

ત્યારે સવારે ખાનપુરા ગામના તળાવમાં ડૂબી જનાર અરવિંદભાઇની લાશ તરતી દેખાતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળપર જઈ પંચક્યાસ કરી લાશનું પીએમ કરાવી વાલી વારસોને સુપ્રત કરી મૃતક૰ના ફોઇના દીકરાની ખબર આધારે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...