તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ નગરના લોકોને રેલ્વે મુસાફરી માટે રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ માટે ગાયકવાડ સરકાર દ્વારા નગરમાંથી મુખ્ય પ્રવેશ દ્વાર અપાયો હતો. નેરોગેજ રેલ્વેનું બ્રોડગેજમાં પરીવર્તન થયા બાદ પણ આ રસ્તો યથાવત રાખ્યો હતો. પરંતુ હાલ ડભોઇ રેલ્વે સ્ટેશન બિલ્ડીંગનું નવીનીકરણ થવા સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી રેલ્વે શરૂ કરવાની કામગીરી પૂર્ણતાને આરે છે.
ત્યારે રેલ્વેબાબુઓ દ્વારા નગરનો રેલ્વે સ્ટેશનનો જોડતો મુખ્યમાર્ગ બંધ કરી દઈ કમ્પાઉન્ડ વોલ કરી દેવાતા ડભોઇ પાલિકાના માજી ઉપપ્રમુખ તેમજ જિલ્લા ભાજપા લઘુમતી મોરચાના મહામંત્રીએ સાંસદ, ધારાસભ્ય, કલેકટર, ડી.આર.એમ.અને જનરલ મેનેજર સુધી પત્ર લખી રસ્તો ખુલ્લો કરવા માગ કરતા નગરજનોમાં રસ્તાની સુખાકારી માટે આશા બંધાઇ છે.
ડભોઇ રેલ્વે સ્ટેશન જવા માટે નગરજનોની સુખાકારી અને લોકહીતને ધ્યાનમાં રાખી ગાયકવાડ સરકાર દ્વારા ડભોઇ રેલ્વે જંક્શનનો મુખ્ય પ્રવેશ દ્વાર સ્ટેશન વિસ્તાર તરફે આપવામાં આવ્યો હતો. પરંતુ હાલ ડભોઇના 150 વર્ષ જૂના ગાયકવાડી રેલ્વે સ્ટેશનનો તોડી અત્યાધુનિક સુવિધા સાથે નવીન બિલ્ડીંગ તૈયાર કરાતા નગરને જોડતા મુખ્ય પ્રવેશ દ્વારને બંધ કરી રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે પણ જુદી જ દિશામાં પ્રવેશ દ્વાર બનાવી દેતા સ્ટેશન વિસ્તારના વેપારધંધા પડી ભાંગવાની નોબત સાથે નગરજનોને મુશ્કેલીઓ ઉભી થવાની સાથે નગરથી વિમુખ ઘેટ બનાવાતા લોકોમાં રેલ્વે બાબુઓના મનસ્વી નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઇ પાલિકાના માજી ઉપપ્રમુખ અને જીલ્લા ભાજપા લઘુમતિ મોરચાના મહામંત્રી એહમદભાઇ શેખ દ્વારા સાંસદ, ધારાસભ્ય, કલેકટર,ડી.આર.એમ. અને રેલ્વેના જનરલ મેનેજર સુધી લેખિત પત્ર દ્વારા રજૂઆતો કરતા લોકોને રસ્તો ખુલ્લો થવાની આશા બંધાઇ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.