તપાસ:અજાણ્યા વાહનની અડફેટે આવતાં રસ્તો ઓળંગતા શ્રમજીવીનું મોત

ડભોઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇના શિરોલા ગામના બસ સ્ટેન્ડ પાસે બનેલો બનાવ
  • અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ

ડભોઇના શિરોલા ગામના બસ સ્ટેન્ડ પાસે મધ્યરાત્રિના ખેત મજૂરી કરતા યુવાનનું માર્ગ ક્રોસ કરતા અજાણ્યા વાહનની અડફેટે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મરનારના પિતાની ફરીયાદ આધારે ડભોઇ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરીયાદી ઈશ્વરભાઈ ભાણાભાઈ નાયક ઉ.વ.59 મૂળ રહે. કવાંટ, હાલ રહે. શિરોલા તા. ડભોઇની ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોતાની પત્ની, પુત્રી અને 26 વર્ષીય પુત્ર નામે લાલાભાઈ ઈશ્વરભાઈ નાયક એમ પરિવારના સભ્યો સાથે ખેત મજૂરી અર્થે શિરોલાં ગામે આવી રહેતા હતા.

ત્યારે ગતરોજ રાત્રીના ખેતરમાં પાણી વાળવા પુત્ર લાલાભાઈ નાયક ગયો હતો. ત્યારે છેક વહેલી સવારે લોકો દ્વારા જાણવા મળેલ કે કોઈ યુવાનનું અકસ્માત થયેલ છે. ત્યારે ઘટના સ્થળે જઈને જોતા પોતાના જુવાન જોધ પુત્ર લાલાનું અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માતે મોત નિપજ્યું હતું. જેથી ડભોઇ પોલીસને ફરીયાદ આપતા પોલીસે મૃતક યુવાનના મૃતદેહનું પી.એમ. કરાવી લાશને વાલી વારસોને સુપ્રત કરી પિતાની ફરીયાદ આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...