તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ડભોઇના ભિલાપુર-થુવાવી વચ્ચે 20 ફૂડ ઊંડા ખાડામાં જીપ ખાબકી

ડભોઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી ઉજવવા 30 શ્રમિકો પરિવાર સાથે ગોંડલથી છોટાઉદેપુર આવતા હતા
 • બેને ઈજા પહેંચતા સારવાર માટે ખસેડાયા, બાકીના તમામનો આબાદ બચાવ

ડભોઇના વડોદરા રાજ્યઘોરી માર્ગ પર ભિલાપુર - થુવાવી વચ્ચે આવેલ ઢાઢર નદીના બ્રિજ ઉતરતા ગોંડલથી હોળી ઉજવણી કરવા વતન જતા શ્રમિકો ભરી ક્રૂઝર ગાડી આવી રહી હતી. ક્રૂઝર ગાડીના ચાલકનું સ્ટ્રેરિંગ પર કાબુ જતા ગાડી બ્રિજની બાજુમાં આવેલા 20 ફૂટ ઊંડી ખાઈમા ખાબકી હતી. સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. જેમાં આશરે 30 જેટલા શ્રમિકો પોતાના બાળકો સાથે હતા ચાલક અને આગળ બેઠેલ બેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા.

ડભોઇ તાલુકાના ભીલાપુર અને થુવાવી વચ્ચે આવેલ ઢાઢર નદીના બ્રિજ ઉતરતા રોજીરોટી માટે ગોંડલ તરફ ગયેલા 30 જેટલા શ્રમીકો અને બાળકો હોળી પર્વને લઈ પોતાના વતન છોટાઉદેપુર નૌખા ખાતે એક તુફાન ગાડીમાં આવતા હતા. ત્યારે ચાલકનું સ્ટેરિંગ ઉપર કાબૂ જતાં ક્રૂઝર ગાડી મુસાફરો સાથે જ બ્રિજની બાજુમાં આવેલા 20 ફૂંટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જો કે સમગ્ર બનાવમાં બાળકો સહિત 30 લોકોનો આબાદ બચાવ થયો હતો. જેમાં ચાલક સહિત બે લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમણે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં 108ની મદદથી લઈ જવાયા હતા. બનાવને પગલે બ્રિજ ઉપર 1 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જો કે પોલીસ આવી જતાં ટ્રાફિક નિયંત્રણ કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર બીજા નથી. માત્ર સામાન્ય ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે. જેઓની તબિયત સુધારા પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો