તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:ડભોઇ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ડભોઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટીંબીમાં-4, નડા-5, કુકડમાં પણ એક કોરોના કેસ નોંધાતાં કુલ આંક 232

ડભોઇ પંથકમાં બુધવારે બે કેસ ગ્રામ્ય વિસ્તાર અને 6 નગરના મળી 8 પોઝીટીવ કેસો સાથે કોરોનાનો કુલ આંક 232 સુધી પહોંચી ગયો છે જેમાં બુધવારે નોંધાયેલા કેસોમાં 3 ગ્રામ્ય વિસ્તાર પૈકી 1 વધુ કેસ ટિંબી ખાતે નોંધાતા ત્યાં 4 કેસ નોંધાઈ ચુક્યા છે, તો વળી એક કેસ નડા ખાતે નોંધાતા ત્યાં પણ કોરોનાનો આંક પાંચ સુધી પહોંચી ગયો છે, જ્યારે તાલુકાના કુકડ ગામે પણ એક કેસ નોંધાતા હવે ત્યાં પણ પગપેસારો થઇ ચુક્યો છે જે જોતા નગરની સાથે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પંજો વિકરાળ થતો જોવા મળી રહ્યો છે.

ડભોઇ પંથકમાં વધતા જતા કોરોનાંનાં કેસોમાં બુધવારે 3 કેસો ગ્રામ્ય વિસ્તાર અને 5 કેસ નગરના મળી કુલ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે ત્યારે હવે નગરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધ્યો હોવાનું જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો તાલુકાના નાનકડા ટીંબી ગામમાં ગઈકાલ સુધી બે દિવસમાં ત્રણ કેસ નોંધાયા બાદ આજરોજ પણ ટીંબી ગામ ખાતે વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા ચાર કેસો નોંધાઇ ચુક્યાં છે. સાથોસાથ તાલુકાના ગામની વાત કરીએ તો અત્યાર સુધી ત્યાં 4 પોઝિટિવ કેસ હતા જ્યારે બુધવારે પ્રસિદ્ધ થયેલી યાદીમાં એક કેસ નડા ખાતેનો પણ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...