તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઈ કરનેટ રોડ પર બોરીયાદ નજીક કપાસ ભરીને જતી ટ્રકને અચાનક આગ લાગતા કપાસ સહિત આશરે 15થી 20 લાખનો અંદાજિત નુકસાન થયું છે. ડભોઇ નગરપાલિકાના ફાયર ફાઈટર દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ડભોઇના કરનેટ રોડ ઉપર બોરીયાદ નજીક આજરોજ બપોરના બર્નિંગ ટ્રકના દ્રશ્યો સર્જાયા હતા.
સંખેડા તાલુકામાંથી કપાસ ભરી અને ડભોઈ તરફ જતી એક ટ્રકમાં અચાનક આગ લાગતા વટેમાર્ગુઓએ બૂમાબૂમ કરી આગ બાબતેની જાણકારી ટ્રકચાલકને આપતા ચાલકે સલામત સ્થળ સુધી ટ્રક હેમખેમ લઈ જઈ થોભાવી દીધી હતી. જોતજોતામાં બોરીયાદના ગ્રામજનો દોડી આવ્યા તો બીજી બાજુ વટેમાર્ગુઓએ થોભી જય આગ ઓલાવવા પ્રયત્ન કર્યો પરંતુ આગ બેકાબૂ થતા સત્વરે ડભોઇ નગરપાલિકા ફાયર ફાઈટરને ફોન કરતા ગણતરીની મિનિટોમાં પાલિકાના લાશ્કરો પહોંચી ગયા. લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગના સમાચાર સાંભળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
આ આગનો પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજિત નુકસાન જોતા ટ્રક સંપૂર્ણપણે બળીને ખાક તેમજ સમગ્ર તપાસ પણ બળીને ખાખ થઇ ગયેલ હોય આશરે પંદરથી વીસ લાખનું નુકસાનનો અંદાજ છે ત્યારે ડભોઈ પોલીસ હવે જાણવા જોગ ફરિયાદ આપે તેની રાહ જોઈ રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.