તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ડભોઇની નવીનગરીમા ઘાસની ગંજીઓમા રાત્રીના આગ લાગી

ડભોઇ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડભોઈ મહુડીભાગોળ બહાર નવીનગરી વિસ્તારના ખુલ્લા મેદાનમાં ગતરાત્રીના ડાંગરની ગાસાડીઓમાં એકા એક લાગેલી આગ. - Divya Bhaskar
ડભોઈ મહુડીભાગોળ બહાર નવીનગરી વિસ્તારના ખુલ્લા મેદાનમાં ગતરાત્રીના ડાંગરની ગાસાડીઓમાં એકા એક લાગેલી આગ.
 • ખુલ્લી જગ્યામાં ડાંગરના પરાળનો જથ્થો હતો, ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

ડભોઇ મહુડીભાગોળ બહાર આવેલી જકાતનાકા પાસે નવીનગરી ખુલ્લી જગ્યામા ડાંગરના પરાળનો જથ્થો મુકેલો હતો. ગત મોડી રાત્રીના આકસ્મિક રીતે આગ લાગતા આગની જવાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા સાથે આગનુ વિસ્તરણ થતા નવીનગરીના લોકો સહીત રાહદારીઓને બનાવની જાણ થતા દોડધામ મચી જવા પામી હતી. ઘાંસના જથ્થાના માલીક ખેડૂતને પણ બનાવની જાણ થતા સ્થળ પર આવી ફાયર ફાઇટરનો સંપર્ક કરતા પાલિકાના લાયબંબા આવી આગ પર પાણીનો મારો ચલાવાયો હતો.ડભોઇના મહુડીભાગોળ બહાર આવેલ નવીનગરીમા ખુલ્લી જગ્યામાં વસઇની સિમમા ખેતી કરતા ડભોઇના ખેડૂત મોહસીન જમાલભાઇ ખીડકીવાલાએ ડાંગરના ઘાંસના પરાળની 2200 ઘાસડીનો જથ્થો મુકેલ હતો.

જેમા ગત મોડી રાત્રીના અચાનક આકસ્મિક આગ લાગતા આગની ઘટનાની જાણ થતા લોકોમા દોડધામ મચી જવા પામી હતી. આગ પર કાબુ મેળવવા માટે પાલિકાના લાયબંબાને બોલાવાતા સતત પાણીનો મારો ચલાવાતા આગ પર કાબુ મેળવાયો હતો. જો કે લાયબંબા આવે તે પહેલા ઘાંસની અનેક ગંજીઓ આગમા બળીને રાખ થઈ ગઈ હતી. ખેડૂતને હજારો રૂપિયાનુ નુક્શાન થવા પામ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો