ભાસ્કર વિશેષ:ડભોઇમાં ‘કિશોરી કુશળ બનો’ અંતર્ગત મેળો યોજાયો

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કિશોરી કુશળ બનો અભિયાન અંતર્ગત કિશોરી શસ્ક્ત મેળાનું આયોજન  બી.આર.સી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કિશોરી કુશળ બનો અભિયાન અંતર્ગત કિશોરી શસ્ક્ત મેળાનું આયોજન બી.આર.સી ભવન ખાતે કરવામાં આવ્યું હતું.
  • આરોગ્ય, શિક્ષણ સર્વાંગી વિકાસ અને ઘરેલું હિંસા વિશે માહિતગાર કરાઈ

ડભોઇ કિશોરી કુશળ બનો અભિયાન અંતર્ગત મેળાનું આયોજન બી.આર.સી. ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ પૂર્ણા યોજના અંતર્ગત સી.ડી.પી.ઓ અને આઈ.સી.ડી.એસ કચેરી ડભોઈના નેજા હેઠળ રાખવાં આવ્યો હતો. આ પ્રસંગે કિશોરીઓને યોગ્ય માર્ગ દર્શન તેમજ શસ્ક્ત અને સુપોશીત કિશોરી અભિયાન અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું. ડભોઇ બી.આર.સી. ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ડભોઇ સી.ડી.પી.ઓ અને આઈ.સી.ડી.એસ કચેરીના ઉપક્રમે સરકારના શસ્ક્ત અને સુપોશીત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ કાજલબેન દુલાની, સી.ડી.પી.ઓ અધિકારી, પાલિકા ચીફ ઓફિસર જયકીશન તડવી, ભરતભાઇ દરજી તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ અને આંગણવાડી બહેનો હાજર રહી હતી. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય બાદ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે કિશોરીઓની સુરક્ષા, વિવિધ સરકારી યોજના, આંગણવાડી નિયમિતતા અને રસ કેળવા, સહિત પોષણ, આરોગ્ય, શિક્ષણ સર્વાંગી વિકાસ અને ઘરેલી હિંસા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કિશોરીઓ દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. તો જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળના તેમજ અભયમ અને પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ મેળામાં બેટી બચાવ બેટી પઢાવો સહિત અનેક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં નગર અને તાલુકામાંથી કિશોરીઓ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...