તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કનાયડા ગામડીમાં કૂવામાંથી ડીકમ્પોઝ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો

ડભોઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્થળે પહોંચી તપાસ કરી હતી. - Divya Bhaskar
પોલીસ સ્થળે પહોંચી તપાસ કરી હતી.
  • ડભોઈની ફાયર ટીમ દ્વારા મૃતદેહને 60 ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કઢાયો

ડભોઇ તાલુકાના કનાયડા ગામડી ગામે બુદેવભાઈ સુખદેવભાઈ બારીયાનું ખેતર સિમમાં આવેલ છે. આ ખેતરમાં એક જૂનો કૂવો આવેલ હતો. જે છેલ્લાં કેટલાય સમય પાણી વગરનો છે. ત્યારે બપોરના સમયે ત્યાંથી પસાર થતાં એક ઈસમને દુર્ગંધ આવતી હોવાથી કૂવા નજીક જઇ કૂવામાં જોતાં કોઈ અજાણ્યા ઈસમનો મૃતદેહ કૂવામાં દેખાતા તેને પ્રથમ ડભોઇ ફાયર ટિમને જાણ કરી હતી.

ત્યારબાદ ફાયર ટિમ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે ફાયર ટિમ દ્વારા 60 ફૂટ ઊંડા કૂવામાંથી તે આધેળના મૃતદેહને બહાર કાઢતા મૃતકનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ ગયો હોઈ માનવ હાળપિંજર થઈ ગયું હતું. સમગ્ર બનાવ બનતા ગ્રામજનો દોળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા મૃતદેહને સરકારી દવાખાન લઈ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો