અકસ્માત:ડભોઇના તરસાના રોડ પર ટેમ્પોની અડફેટે સ્કૂટર સવાર દંપતીનું મોત

ડભોઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવલેણ અકસ્માત કરી ચાલક ઘટનાસ્થળે ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો
  • ડભોઇ પોલીસે ટેમ્પો ચાલકની શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા

ડભોઇ તાલુકાના તરસાના ગામ નજીક પૂરઝડપે જઇ રહેલા ટેમ્પો ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતાં બે લોકોના સારવાર મળે તે પહેલાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે પહોંચી પીએમની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇના તરસાણા નજીક વાઘોડિયામાં રહેતા કાલિદાસભાઈ ચીમનભાઈ રાઠોડિયા અને જ્યોત્સનાબેન કાલિદાસભાઈ રાઠોડિયા વાઘોડિયા તરફ પોતાની એક્ટિવા લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાઘોડિયા તરફથી પૂરઝડપે આવતા ટેમ્પોના ચાલક દ્વારા એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર દંપતી રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા.

જેમાં કાલિદાસભાઈ રાઠોડિયાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેન રાઠોડિયાનું હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત નીપજ્યું હતું. ડભોઇ પોલીસે જાણ થતાં ઘટના સ્થળે જઇ પી.એમ. માટેની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કરી ટેમ્પો ચાલક ઘટના સ્થળે ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો. ડભોઇ પોલીસે ટેમ્પો ચાલકની શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...