ડભોઇ નગરમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મંદ ગતિએ ફરીથી શરૂઆત કરી છે, ત્યારે ડભોઇ નગરના જૈન વગા વિસ્તારમાં એક કોરોનાનો કેસ મળી આવ્યો છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીને હોમ આઈસોલેશનમાં રાખી સારવાર કરાઇ રહી છે.
હાલ છેલ્લા 15થી 20 દિવસથી સમગ્ર દેશ અને રાજ્યમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે વડોદરા શહેરની સાથે સાથે ડભોઇ નગરમાં પણ કોરોના એ પગ પેસારો કરી દીધો છે. જોકે કોરોના નો ભોગ બનેલ વ્યક્તિ વડોદરા કોઈ કંપનીમાં ફરજ બજાવતા હતા અને જે તે કંપનીમાં કોરોનાના કેસ આવતા તેઓ પણ કોરોનાનો ભોગ છેલ્લા પાંચ દિવસથી બનેલ છે. જોકે આરોગ્ય વિભાગને આ બાબતની જાણ થતા જૈન વગા સ્થિત આ દર્દીને હોમ આઈસોલેશનમાં રાખી તેની સારવાર હાથ ધરવામાં આવી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતને છૂપાવી રાખી હોય નગરમાં કોરોનાનો પગપેસારો થઇ ગયો હોવા છતાં પ્રજામાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે અગાઉ કોરોનાના 2 રાઉન્ડ દરમિયાન પ્રજા મોઢા પર માસ્ક પહેરીને નીકળતી હતી. સેનિટાઈઝરનો ઉપયોગ કરી હાથ સ્વચ્છ રાખવામાં આવતા હતા. આ તમામ બાબતોથી પ્રજાને છૂટકારો મળતાં હાશકારો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.