કાર્યવાહી:ડભોઇના ફરતીકુઇ પાસેથી દારૂ ભરી જતી કાર ઝડપાઇ : કાર સવાર તમામ નાસી ગયા

ડભોઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પોલીસે બાતમી આધારે ફરતિકુઈ નજીકથી ઝડપી પાડેલા દારૂનો જથ્થો. - Divya Bhaskar
ડભોઇ પોલીસે બાતમી આધારે ફરતિકુઈ નજીકથી ઝડપી પાડેલા દારૂનો જથ્થો.
  • 1.25 લાખ ઉપરાંતનો વિલાયતી દારૂનો જથ્થો મળી આવ્યો

ડભોઇ તાલુકાના ફરતીકુઇ નજીકથી દારૂ ભરી જતી એક કારને ડભોઇ પોલીસે બાતમી આધારે ઊભી રાખી તપાસ કરતાં તેમાં રૂા. 1,28,220નો વિલાયતી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે પોલીસને જોઈ કાર ચાલક કાર રોડ ઉપર જ મૂકી ભાગી છૂટયા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇ પોલીસ ઇન્ચાર્જ પી.આઈ.એ.જી. પરમારને પાકી બાતમી મળી હતી કે બોડેલી તરફથી એક સિલ્વર કરલની કાર નંબર જી.જે.23. એચ.1759નો ચાલક કારમાં વિલાયતી દારૂ ભરી ડભોઇ થઈ વડોદરા તરફ જવાનો છે. જેથી ડભોઇ તાલુકાના ફરતીકૂઈ ગામ નજીક ડભોઇ પોલીસના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા.

તે અરસામાં બાતમી આધારે કાર આવતા તેને રોકવા જતાં પોલીસને જોઈ પાછી વાળી ભાગવા જતા કાર ફસાઈ ગઈ હતી. જેથી કારમાં સવાર લોકો ઉતરી નજીકના ખેતરોમાં ભાગી ગયા હતા. જોકે કારની તપાસ કરતાં કારમાંથી વિલાયતી દારૂનો જથ્થો કુલ 348 નંબ બોટલો રૂા. 1,28,220ની મળી આવી હતી. સાથે ઇંડિગો કાર રૂા. 150000 કૂલ મળી રૂા. 2,78,220નો મુદામાલ પોલીસે કબજે કરી પ્રોહિબિશનનો ગુન્હો દાખલ કર્યો છે. ભાગી છૂટેલા કાર ચાલકની ઝડપી પાડવા ચક્રો ગતીમાં કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...