ડભોઇ પોલીસ દ્વારા કાયાવરોહણ ગામે સીમમાં ઝાડીઓની આડમાં રમતા જુગારની બાતમી આધારે છાપો મારી 9 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડી કુલ રૂા. 56380નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ પોલીસ પી.આઈ. એસ.જે. વાઘેલાને પાક્કી બાતમી મળી હતી કે ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે ગંધારા રોડ ઉપર આવેન માઇનોર કેનાલ નજીક આવેલ ઝાડીઓની આડમાં કેટલાક ઈસમો આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા છે.
ડભોઇ પોલીસ જવાનોને સૂચના આપી સ્થળ ઉપર રેડ કરતા ડભોઇ પોલીસના રાજેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ચુડાસમા, અર્જુનભાઇ તેમજ દિનેશભાઇના હાથે 9 ઈસમો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસ દ્વારા ભરતભાઇ વસાવા, નરેશભાઈ વસાવા, બીરેનભાઈ રમેશભાઈ પટેલ, રાહુલ ઉર્ફે કિશન જગદીશભાઈ વસાવા, હેતલભાઈ નરેશભાઈ શાહ, નિમેશભાઈ શાંતિલાલ ચૌહાણ, સઈદ ઇબ્રાહિમભાઈ રાઠોડ, કનુભાઈ કુબેરભાઈ માછી, અનિલભાઈ પ્રેમાભાઈ માછીની ધરપકડ કરી અંગ ઝડતીના રૂા. 41700 અને દાવ પરના રૂા. 14680 બધા મળી કુલ રૂા. 56380નો મુદ્દામાલ કબજે કરી પોલીસ દ્વારા જુગાર અધિનીયમ અંતર્ગત ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.