તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇ ખાતમુહૂર્ત:ડભોઇના 74 ગામો, 14 વસાહતોને શુદ્ધ પાણી મળશે : CM

ડભોઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાણી પુરવઠા યોજનાના 417 કરોડ ઉપરાંતના કામોના શનિવારે ઇ લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરાયા. - Divya Bhaskar
પાણી પુરવઠા યોજનાના 417 કરોડ ઉપરાંતના કામોના શનિવારે ઇ લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરાયા.
 • ડભોઇમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા 417 કરોડથી વધુના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
 • 50 કરોડના નવીન આકાર લેનાર કરનાળી કુબેરેશ્વરથી ત્રિવેણી સંગમ સુધી નવીન ઘાટ અને સુવિધા સજ્જ સંકુલનું પણ ઇ ખાતમુહૂર્ત કર્યું

ડભોઇમાં શનિવારે મુખ્યમંત્રી દ્વારા નળ સે જળના સંકલ્પને પરિપૂર્ણ કરવા વડોદરા જિલ્લામાં રૂ.417 કરોડથી વધુ રકમના ખર્ચે ત્રણ નવીન પાણી પુરવઠા યોજનાઓ પૈકી એકનું ઇ લોકાર્પણ અને બે યોજનાનું ઇ ખાતમૂહુર્ત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કરવામાં આવ્યું હતું. આ યોજનાને લઈ વડોદરા જિલ્લામાં રૂા.3.21 લાખ ઘરોમાં નળથી પાણી મળતું થઇ જશે. સાથોસાથ ડભોઇ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ કરનાળી ખાતે કુબેરેશ્વર ઘાટથી ત્રિવેણી સંગમ સુધી 49 કરોડના ખર્ચે નવિન આકાર લેનાર ઘાટ તેમજ સુવિધા સજ્જ સંકુલનું પણ ખાત મૂહુર્ત કરવામાં આવ્યું હતું. ડભોઇ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ડભોઇ તેમજ પાદરા તાલુકાના નળ સે જળના સંકલ્પને પરિપૂર્ણ કરવા વડોદરા જિલ્લામાં રૂ. 417 કરોડથી વધુ રકમના ખર્ચે ત્રણ નવીન પાણી પુરવઠા યોજના પૈકી એક યોજનાનું લોકાર્પણ અને બે યોજનાનું ઇ-ખાતમૂહુર્ત કર્યું હતું.

જિલ્લામાં 3.21 લાખ ઘરોમાં નળથી પાણી અપાય છે વડોદરા જિલ્લાના ડભોઇ, કરજણ, શિનોર, પાદરા અને વડોદરા તાલુકાના ગામડાઓમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ડભોઇ ખાતે રૂ.71.86 કરોડના ખર્ચે સાકાર થયેલી નર્મદા કેનાલ આધારિત ડભોઇ જૂથ પાણી-પુરવઠા યોજના (પેકેજ-2)નું લોકાર્પણ કર્યું. આ યોજના દ્વારા ડભોઇ તાલુકાના 74 ગામો અને 14 નર્મદા વસાહતોની 89 હજાર ઉપરાંત વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે. સાથે કરનાળીમાં બનનાર 50 કરોડના ખર્ચે નવીન ઘાટનું પણ મુખ્યમંત્રી દ્વારા ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 1980થી 1990 કોંગ્રેસના શાસનમાં ટેકરનો ભ્રષ્ટાચાર થતો હતો, ગુજરાત સરકારે સૌની યોજના માટે પાઇપલાઇન નાખી હતી ત્યારે કોંગ્રેસ મજાક ઉડાવતી હતી. પાઇપલાઇનમાં હવા નીકળશે તેવું કોંગ્રેસ વિધાનસભાના ફ્લોર પર બોલતા હતા. પરંતુ સૌની યોજનામાં સફળતા મળતાં કોંગ્રેસની હવા નીકળી ગઈ. આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવાડિયા, પ્રવાસન મંત્રી દિલીપભાઈ ઠાકોર, મંત્રી યોગેશભાઈ પટેલ, વડોદરા જિલ્લાના સાંસદો, ધારાસભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપા જિલ્લા સંગઠનના પ્રમુખને પબ્લિક પ્લેસમાં બેસવાનો વારો આવ્યો
સરકાર દ્વારા યોજાયેલ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે યોજાયેલ સમારોહમાં સ્ટેજ પર મુખ્યમંત્રી, મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, ધારાસભ્યો અને સાંસદોની જ બેઠક વ્યવસ્થા સ્ટેજ પર રાખવામાં આવી હતી. પરંતુ આવેલા મહેમાનોના આવકાર માટે સ્ટેજ પર ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલનું સ્થાન પ્રોટોકોલ મુજબ સ્ટેજ પર રાખેલ ન હોવાથી તેઓએ પબ્લિક પ્લેસ પર બેસવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો