તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદનાં ગોમતીપુરનાં કન્ટેનમેન્ટ વોર્ડમાંથી ડભોઇ નગર સુધી અનઅધિકૃત પાસનો ઉપયોગ કરી 7 ઇસમો ઘુસી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. તંત્ર દ્વારા તમામને વડોદરાનાં બાબરિયા ખાતે આવેલાં ડેડીકેટેડ કોરન્ટાઇન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે અનઅધિકૃત પાસનો ઉપયોગ કરવા બદલ ચાલક સામે મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ડભોઇ નગરનાં કડિયાવાડ ખાતે રહેતો શબ્બીર ઇસ્માઇલભાઇ મનસુરી પીકઅપ બોલેરો નંબર GJ-6-AU-8646 પર અનઅધિકૃત પાસ પોતાની ગાડી પર લગાવી નિકળી પડ્યો હતો.
ગતરાત્રીનાં આ ઇસમ અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારનાં કન્ટેનમેન્ટ વોર્ડ નં-5માંથી રહીશોમાં અમઝદ ઇમરાન કાકુજી, નાઝનીનબાનુ મોસીનભાઇ ટોલ્લાવાલા, ફિજાયનુર મોસીનભાઇ ટોલ્લાવાલા, મોસીન સિકંદરભાઇ ટોલ્લાવાલા, યાસ્મીનબાનુ ઇમરાનભાઇ કાકુજી, અરફાન ઇમરાનભાઇ કાકુજી સહીતનાંઓને લઇને ડભોઇ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં વેગા ખાતે આવેલી કોરોનાં ચેકપોસ્ટ પર આ તમામનાં સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ નગરમાં પ્રવેશ અપાયો હતો. આ બાબતની જાણ તંત્રને થતાં મામલતદાર જે. એન. પટેલ દ્વારા સત્વરે આરોગ્ય વિભાગને જણાવતાં આરોગ્ય અને રેવન્યુ વિભાગની ટીમે પહોંચી આ બાબતની ચકાસણી કરતાં ચાલકે તેની પાસેનો પાસ બતાવતાં આ પાસ ઘાસચારાનો ધંધો કરતો વસાવા શૈલેષ રમણભાઇનો હતો. જે પાસ ડભોઇથી દેવગડ બારિયા સુધીનો હતો. જે આ અંગે તપાસ કરતાં આ પાસ ગાડી પર લગાવેલો હતો.
જે ગાડી પરથી નિકળી ગયો હતો અને આ બીજો પાસ કઢાવવા માટે તે મામલતદાર કચેરી ખાતે પણ ગયો હતો. આ પાસ આ ચાલકનાં હાથે લાગી જતાં તેનો દૂર ઉપયોગ કરી આ ચાલકે અમદાવાદ સુધીની વાટ પકડી ત્યાંનાં કન્ટેનમેન્ટ ઝોન નાં ઉપરોક્ત ઇસમોને આ પાસનાં આધારે લઇ આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ત્યારે અમદાવાદથી આવેલાં આ તમામ 7 ઇસમોને સત્વરે તંત્ર દ્વારા વડોદરાનાં બાબરિયા ખાતે આવેલાં ડેડિકેટેડ કોરન્ટાઇન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તો વળી અનઅધિકૃત પાસનો ઉપયોગ કર્યા બદલ ગાડીનાં ચાલક વિરુદ્ધ ડભોઇ મામલતદાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આમ અમદાવાદથી ડભોઇ સુધી અને તે પણ અનઅધિકૃત પાસનાં જોરે 150 કિમીની સફર કાપતાં હાલ કોરોનાં કહેરનાં લોકડાઉનનાં ધજાગરા જોવા મળી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.