કાયદેસરની:ડભોઇના વડજ ગામની સીમમાં જુગાર રમતાં 7 જુગારી ઝડપાયા

ડભોઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 11,240 ની મતા સાથે ઝડપાયેલા તમામને કસ્ટડી ભેગા કર્યા

ડભોઇ પીઆઇ એસ. જે. વાઘેલાને બાતમી મળેલ કે કનાયડાથી વડજ જતા રસ્તાની ઝાડીઓમાં કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા છે. તેના આધારે ડી સ્ટાફના જવાનોએ છાપો મારતાં 7 જુગારીઓ પત્તાપાનાનો જુગાર રમતાં રૂા.11,240 ની મતા સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. તમામને કાયદેસરની કાર્યવાહી કરી કસ્ટડી ભેગા કરાયા હતા.

ડભોઇના વડજ ગામની સીમમાં આવેલ ઝાડીઝાંખરાઓમાં બપોરના સમયે પોતાના આર્થિક ફાયદા માટે કેટલાક ઇસમો ગોળ કુંડાળુ થઈ પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા હોવાની ડભોઇ પીઆઇ એસ.જે.વાઘેલાને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ડી સ્ટાફના જવાનો ને સૂચના આપતાં પોલીસ જવાનોએ બાતમી મુજબની જગ્યાએ છાપો મારતાં પત્તાપાના સાથે સાત જુગારીઓ ઝડપાઇ ગયા હતા.

ઝડપાયેલા જુગારીઓને દાવ પરના રોકડા રૂપિયા-2830 તેમજ અંગઝડતીના રૂપિયા-8410 મળી કુલ મુદ્દામાલ રૂપિયા-11,240 સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કસ્ટડી ભેગા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...