તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સમગ્ર ડભોઇ પંથકમાં છેલ્લા એક માસમાં કોરોના સંક્રમણના 60 કેસ

ડભોઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
શિક્ષકોને સંક્રમિત થતા શાળાઓને સેનિટાઈઝ કરાઈ - Divya Bhaskar
શિક્ષકોને સંક્રમિત થતા શાળાઓને સેનિટાઈઝ કરાઈ
 • ડભોઇમાં કોરોના વધુ વકરતાં આરોગ્ય તંત્ર દ્વિધામાં મૂકાયું
 • ગામોમાં પણ શિક્ષકોને કોરોના આવતાં શાળાઓ સેનિટાઈઝ કરાઇ

ડભોઇ પંથકમાં દિવસે દિવસે કોરોના વકરતો જાય છે. છેલ્લા એક માસના આંકડા જોવા જઇ એ તો આરોગ્ય તંત્રમાંથી મળતી માહિતી મુજબ આશરે 60 જેટલા કોરોનાના કેસો સામે આવ્યા છે. ત્યારે નગરમાં શાળા અને કોલેજ બાદ હવે કોરોનાએ હવે ગ્રામ્ય લેવલ ઉપર આવેલ પ્રાથમિક શાળાઓમાં પ્રસરવાનું શરૂ કર્યું છે. ડભોઇ તાલુકાની 14 જેટલી પ્રાથમિક શાળાના 14 શિક્ષકોને છેલ્લા ત્રણ દિવસમાં કોરના પોઝિટીવ આવતા ગ્રામ્ય સ્થર ઉપર ભારે ભયનો માહોલ ઉભો થયો છે. તો બીજી તરફ તંત્ર વેક્સિનેશન વધારવા અને જાગૃતિ લાવવામાં વ્યસ્ત છે. તો શિક્ષણ વિભાગ ડભોઇ તાલુકા તરફથી પોઝિટિવ આવેલ શિક્ષક સાથે કામ કરતા સ્ટાફને કોરોના રિપોર્ટ કરવા સૂચના અપાઈ છે.

ડભોઇ પંથકમાં દિવસે દિવસે કોરોના મહામારીનો રાફડો ફેલાઈ રહ્યો છે. ગત સપ્તાહમાં ડભોઇની નવપદ સ્કૂલ તેમજ આર.જી.પંડ્યા સ્કૂલ બાદ કોમર્સ કોલેજમાં શિક્ષકો તેમજ સ્ટાફને કોરોના ભરખી ગયો હતો. આ સાથે 1 માર્ચ 2021થી અત્યાર સુધી ડભોઇ તાલુકામાં આશરે 60 જેટલા કોરના કેસો એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. એક સાથે વારાફરતી ત્રણ શાળા કોલેજમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વાલીઓમાં ભારે ભયનો માહોલ હતો.

તેવામાં હવે સોમવાર તારીખ 21થી અત્યાર સુધી ડભોઇ તાલુકાની 14 જેટલી પ્રાથમિક શાળાઓ જેમાં નગરની વાઘનાથ પ્રાથમિક શાળા, સિંધિયાપૂરા, વણદરા, નારણપૂરા, ભીમપૂરા, સાઠોદ, ફરતીકૂઈ, ખોડીયારનગર, પૂણીયાદ, સીમળીયા, ખાનપૂરા, કડધરાપૂરા, સેજપૂરા અને તરસાણા પ્રાથમિક શાળાઓના શિક્ષકોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ગ્રામ્ય સ્તર ઉપર કોરોનાનો વ્યાપ વધી રહ્યો હોય આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો