તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ડભોઇ પાલિકા મતના 6 બૂથોનું સ્થળાંતર કરાયું

ડભોઈ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદ કરી શકાશે
 • પાલિકાના 50 બૂથ ઉપર મતદાન 28મીએ થશે

ડભોઇ તાલુકા સેવાસદન ખાતેથી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા જણાવ્યા મુજબ ડભોઇ નગરપાલિકાના 6 જેટલા બૂથોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સાથે જ આગામી ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા લાગુ હોય જેનું ઉલ્લંઘન થતું જણાય તો તેની ફરિયાદ નગરપાલિકા ચીફ ઓફિસરને કરી શકાશે તેવું પણ જણાવ્યું હતું.

28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ડભોઇ નગરપાલિકાના જે 50 જેટલા બૂથ ઉપર મતદાન થનાર છે તે પૈકી જૂના 6 બુથોનું કેટલાક કારણોસર સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નંબર-2માં અર્બન હેલ્થ સેન્ટરનું બૂથ ખાદી ગ્રામોધ્યક સહકારી, વાઘનાથ રોડ, વોર્ડ નંબર 3 નગરપાલિકા કોમ્યુનિટી સેન્ટર માછીવાડ બૂથને મહદેવિયા હાઈસ્કૂલ વિભાગ ખાંડ રૂમ નંબર 22 ખાતે, વોર્ડ નંબર 5નું કુમાર શાળા નંબર 1 મોતી બાગ વાળું બૂથ સંસ્કાર પ્રાથમિક માધ્યમિક શાળા મોતી બાગ પાસે, વોર્ડ નંબર 6નું હોમગાર્ડ ઓફિસ વાળું બૂથ જનસેવા કેન્દ્ર નગરપાલિકા કચેરી, વોર્ડ નંબર-8નું હેલ્થ સેન્ટર બાલવાડી પાંજરા પોળ પાછળનું બૂથ પાંજરા પોળ ઓફિસ નાંદોદી ભાગોળ, તેમજ વોર્ડ નંબર-8માં નગરપાલિકા કોમ્યુનિટી સેન્ટર મહેરામણ ચોક નવપુરા એન.કે.મોદી ગર્લ્સ સ્કૂલ ઉપર રૂમ નંબર-4માં સ્થળાંતર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો