રજુઆત:ડભોઇ તાલુકાના 50 તલાટીઓ રાજ્યવ્યાપી આંદોલનમાં જોડાયા, 13, 20, 27 સપ્ટે. અને 1, 7, 12 ઓક્ટો. વિવિધ કાર્યક્રમો કરાશે

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઇના 50 ઉપરાંત તલાટીઓ ભેગા થઇ ટીડીઓેને આવેદનપત્ર આપી આંદોલનમાં જોડાયા હતા. - Divya Bhaskar
ડભોઇના 50 ઉપરાંત તલાટીઓ ભેગા થઇ ટીડીઓેને આવેદનપત્ર આપી આંદોલનમાં જોડાયા હતા.

તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોને લઈ રાજ્યવ્યાપી આંદોલનમાં ડભોઈ તાલુકામાં પણ પચાસ ઉપરાંત તલાટી ક્રમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. જેમા જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની 7 સપ્ટેમ્બરે મળેલ કારોબારી સભ્યોમાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારી પડતર પ્રશ્નો બાબતે તલાટી મહામંડળની વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી-કમ-મંત્રી મહામંડળ દ્વારા 7/9/2021ના રોજ તલાટી-કમ-મંત્રી કેડના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર ટૂંક સમયમાં તબક્કાવાર કાર્યક્રમ કરવામાં આવશે. જે સંદર્ભે સોમવારે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો તલાટી મંત્રી મહામંડળ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ રખાયા છે.

સંખેડા તલાટી મંડળ દ્વારા 11 પડતર પ્રશ્નો સંર્દભે રજૂઆત, મામલતદારને સંબોધીને આવેદનપત્ર આપ્યું
સંખેડા તલાટી મંડળ દ્વારા ત.ક. મંત્રી સંવર્ગના સરકારમાં પડતર પ્રશ્નો અંગે તંત્ર દ્વારા સેવાતી દુર્લક્ષતા દુર કરી નિરાકરણ કરવા સંખેડા મામલતદારને સંબંધોધીને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક નિરાકરણ આવતું નથી. જો નિરાકરણ ન કરાય તો રાજયના તમામ ત.ક. મંત્રીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવા ઠરાવેલ છે. જે મુજબ સોમવારે આવેદનપત્ર આપ્યું હતું. 20 સપ્ટેમ્બરે રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરશે, 27મીએ પેનડાઉન કરશે, અને 1 ઓક્ટોબરે માસ સીએલ મુકી દેખાવો કરશે.

અન્ય સમાચારો પણ છે...