તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ડભોઇમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના 50 કેસથી ફફડાટ

ડભોઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસો વધતા આરોગ્ય અને પાલિકા તંત્રના આક્ષેપ-પ્રતિઆક્ષેપ

ડભોઇ પંથકમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના 50 ઉપરાંત કેસો જણાતા આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ના યુદ્ધ સર્જાઈ ચુક્યા છે. પાલિકા તંત્રનો દાવો છે કે કેસો બહાર પડતા જ તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગની સીધી વાત ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારમાં ત્રીજા, સાતમા અને દસમા દિવસે ફોગીંગથી લઈ તમામ તકેદારીના પગલાં ભરવા જોઇએ પરંતુ પાલિકા માત્ર ત્રીજા દિવસે જ વોકિંગ કરી સંતોષ અનુભવે છે.

સમગ્ર ગુજરાતભરમાં હવે ચોમાસાની ઋતુ બેસી ગઈ છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. ત્યારે વડોદરા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોએ માથું ઉચક્યું છે. તેવામાં વડોદરાના ડભોઇ તાલુકામાં છેલ્લા દસ દિવસથી 50થી વધારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ કેસો સપાટી પર આવતાં હાહાકાર મચી ગયો છે. આવા સંજોગોમાં સરકારી ચોપડે તો માત્ર દસ કેસો જ જણાય છે પરંતુ કંઇ કેટલાક લોકો વડોદરા તેમજ ડભોઇ નગરની ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર હેઠળ છે.

આ વધતા જતા આંકને જોતા આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી હોય તેમ જણાય છે. નગરના મુખ્ય રસ્તા ઉપર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, તો જ્યાં પાણીના ભરાયેલા ખાબોચિયામાં મચ્છરોના ઝુંડો પણ નજરે પડી રહ્યા છે, ત્યારે એ વાત સમજાતી નથી કે પાલિકામાં મેલેરિયા ખાતુ સ્વતંત્ર હવાલો સંભાળી અને કાર્યરત છે.

એટલું જ નહીં ભારતના મોટાભાગના રાજ્યોમાં મચ્છરનો દુશ્મન ડબ્બી માછલીનો ઉછેર કેન્દ્ર પણ ડભોઇમાં હોય નિકાસ કરવામાં આવી રહી છે. છતાં ડભોઇ નગરમાં મચ્છરનો ઉપદ્રવ હદ પાર વગરનો જોવા મળી રહ્યો છે, છતાં નગરપાલિકા દ્વારા નથી દવા કે પાઉડરનો છંટકાવ કરવામાં આવતા, જેના કારણે ડભોઇ નગરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને તેનો સામનો નગરજનો કરી રહ્યા છે.

ત્યારે સ્થાનિક રહીશોમાં પણ નગરપાલિકાના આ વલણને લઇને ક્યાંકને ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે એટલું જ નહીં પાલિકા દ્વારા અનેક વિસ્તારોની અંદર ફોગીંગ કરવામાં આવી રહી છે, પરંતુ માનીતા કોર્પોરેટર હોય અને નગરપાલિકાના વગદાર કોર્પોરેટરોના વોર્ડની અંદર પાલિકાના સત્તાધીશો દ્વારા ફોગીંગ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવનારા સમયમાં ડભોઇના તમામ વિસ્તારોની અંદર ફોગીંગ તેમજ પાઉડરનો છંટકાવ કરવામાં આવે તેવી નગરજનો માગ કરી રહ્યા છે.

ફોગિંગ, સફાઈ અને દવાનો છંટકાવ ચાલુ
ડેન્ગ્યુના કેસ બહાર પડતા જ જે તે વિસ્તારમાં તકેદારીના પગલે ફોગિંગ, સફાઈ અને દવાનો છંટકાવ સતત કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પાણીની ટાંકીઓ કોઠીઓમાં સંગ્રહ પાણીને પણ ચેક કરી દવાઓ નાખવામાં આવી રહી છે.-એસ કે ગરવાલ, નગરપાલિકા,ચીફઓફિસર

તંત્ર દ્વારા યોગ્ય તકેદારી રખાતી નથી
ડેન્ગ્યુનો પગપેસારો થતા જ આરોગ્ય વિભાગની ટીમો બનાવી જે તે વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા ત્રીજા, સાતમા અને દસમા દિવસે તકેદારી રાખવાની હોય છે. જે ન રાખી માત્ર ત્રીજા દિવસે જ તકેદારી રાખી આગળ કામગીરી થતી નથી, જેથી ડેન્ગ્યુ વધુ પ્રસરે તેમાં નવાઈ નહીં. -ગુડિયા રાણી, હેલ્થ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...