તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ અકસ્માત:ડભોઇના કુકડમાં આગ લાગતાં 450 ગાંસડી ખાખ

ડભોઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડભોઈની કુકડ વસાહત ખાતે ત્યાંના ખેડૂતો દ્વારા ગોચરમાં મૂકવામાં આવેલી ઘાસની ગાંસડીઓમાં શનિવારે અચાનક આગ લાગતા 450 ઉપરાંતની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ડભોઇ ફાયર વિભાગને ફોન કરતા કલાકોની જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી. કુકડ વસાહત ખાતે રહેતા બે ખેડૂતોમાં દામસિંગ વિરસિંગ રાઠવા અને ઉરશન નાયકડાભાઈ રાઠવા બંનેએ પોતાની ડાંગર કટીંગ કર્યા બાદ નીકળેલ ઘાસચારાની કેટલીક ગાંસડીઓ વાળી નજીકના સરકારી ગોચરની જગ્યામાં મૂકી હતી. ગઇકાલે રાતે આગ લાગતા તમામ ગાંસળી બળી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...