કાર્યવાહી:રું.61,000ની 419 ચાઈનીઝ દોરીની રિલો જપ્ત કરાઈ

ડભોઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇમાં ચાઇનીઝ દોરી વેચતા 2 વેપારી ઝડપી પડાયાં
  • પોલીસ અને એસઓજી​​​​​​​ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરાયું

ડભોઇ પંથકમાં આગામી ઉતરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ રોકવા માટે ડભોઇ પોલીસ અને વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ જવાનોને મળેલ સૂચના મુજબ શુક્રવારે ડભોઇ પોલીસ સ્ટેશન હદમાં ટાવર બજાર ખાતે ડભોઇ પોલીસ અને વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસના જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ડભોઇ પોલીસને છીપવાડ બજારમાં વેપાર કરતાં મહમ્મદહનીફ મિયાંજીભાઈ છેડાવાલા રહે ઝારોલાની વાડી ટાઈવાગા નજીકના ઘરેથી કુલ 239 રીલ ચાઇનીઝ દોરી કિમત રૂા. 39090ની મળી આવી હતી. જ્યારે SOG પોલીસને અંબાલાલ પાર્ક ખાતે રહેતા વિષ્ણુભાઈ રમેશભાઈ દેવીપૂજકના ઘરેથી ચાઇનિઝ દોરીનો જથ્થો કુલ 180 નંગ રીલો કિંમત રૂા. 27000ની મળી આવી હતી. ડભોઇ પોલીસ અને એસ.ઓ.જી.પોલીસ દ્વારા કુલ રૂા. 66090નો મુદામાલ કબજે કરી બંને ઇસમો સામે કાર્યાવવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...