નિર્ણય:ડભોઇ નગરપાલિકાની સામાન્યસભામાં 4 કરોડના વિકાસના કામો સર્વાનુમતે મંજૂર

ડભોઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાક માર્કેટ તળાવ ખાતે પરત લાવી મોતીબાગને ફરી નવીનીકરણ કરવાનો નિર્ણય

ડભોઇ નગરપાલિકા હોલ ખાતે પ્રમુખ કાજલબેન દુલાણીના અધ્યક્ષતામા સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ એમ.એચ. પટેલ. કારોબારી સભ્ય વિશાલ શાહ, નાણાંપંચના ચેરમેન બીરેન શાહ સહિત વિરોધ પક્ષમા સુભાષ ભોજવાની, 36 સભ્યોની હાજરીમા સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કુલ 31 જેટલા વિકાસના કામોમા એજન્ડામાં સર્વાનુંમતે આશરે રૂા. 4 કરોડના વિકાસના કામોમાં રોડ, રસ્તા પાણી, તમામ 9 વોર્ડમા ફાળવામાં આવશે અને નગરના વિકાસ હેતુ વપરાશે.

આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાની દ્વારા મોતિબગ ટાંકીને ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી નવી બનવા અને જૂની જર્જરિત ટાંકી તોડી પાડવા બંને કામ એક સાથે શરૂ થાય તેવી રજુઆત કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસમા સભ્યો વચ્ચે તુતું મેમે ચાલ્યા બાદ સામાન્ય સભા શાંતિ પૂર્ણ રીતે પુર્ણ થઈ હતી.

મોતિબાગ શાકભાજી બજારને તેના સ્થાને જલ્દી લઇ જવા તેમજ મોતિબાગને વિકસવા માટે પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. નગરના વિકાસના કામો સાથે આગામી પ્રિમોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખી લાગતા વળગતા કર્મચારીઓને સૂચના આપી પ્રિમોન્સૂન કામગીરી સત્વરે પુરી કરવાના નિર્ણય લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...