તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડભોઇના કડીયાવાડ ખાતે 350 લોકોએ વેક્સિન લીધી

ડભોઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડભોઈ કડીયાવાડ મદ્રેસા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કડીયા જમાત પાંચના સહયોગથી કોવિડ વેક્સિનેશનનો સફળ કેમ્પ યોજાયો હતો. - Divya Bhaskar
ડભોઈ કડીયાવાડ મદ્રેસા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કડીયા જમાત પાંચના સહયોગથી કોવિડ વેક્સિનેશનનો સફળ કેમ્પ યોજાયો હતો.
  • નાની મસ્જિદ પાસે મદ્રેસા ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું

ડભોઇ તાલુકા આરોગ્ય વિભાગની સફળ કામગીરીના સથવારે કડીયા જમાત પંચ, મુસ્લિમ સમાજ અને મુસ્લિમ ડૉક્ટર એસોસિએસનના સહયોગથી કડીયાવાડ નાની મસ્જીદ પાસે આવેલ મદ્રસા ખાતે વેક્સિનેશન કેમ્પ નુ આયોજન કરાયુ હતુ. જેમાં સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમા 350 લોકોએ વેક્સિન લઈ તંત્રને સહકાર આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.

ડભોઇ આરોગ્ય અધિકારી ડો. ગુડીયારાણીસિંહાએ વેક્સિનેશનનો વ્યાપ વધારવા ડભોઇના હિન્દુ, મુસ્લિમ ધર્મ ગુરુઓ, સામાજિક, રાજકીય અગ્રણીઓ, સહીતના લોક પ્રતિનિધિઓને વિશ્વાસમા લઈ જુદાજુદા વિસ્તારોમા પ્રચાર પ્રસાર સાથે વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરી કોવિડ વેક્સિનેશનની કામગીરીને મહંદ અંશે સફળ બનાવી છે.

ત્યારે ડભોઇ મુસ્લિમ સમાજની ભરચક વસ્તી ધરાવતા કડીયાવાડ વિસ્તારમા નાનીમસ્જીદના પેશઇમામ હાફીજ મુસ્તુફા, કડીયા જમાત પંચના પ્રમુખ હાજીસિકંદરભાઇ, ઉપપ્રમુખ હાજીલાલાભાઇ, પાલિકાના માજીઉપપ્રમુખ અબ્ઝલભાઇ, કોર્પોરેટર મંજુર સલાટ, સિદ્દીકભાઇ ભંગારવાલા (ઘાંચી), તેમજ મુસ્લિમ સમાજના તબીબો જેમા ડો. સોએબ બાબુજીવાલા, ડો. મુસ્તુફા રાઉસાહેબ, ડો. જુનેદ લાકડાવાલા, ડો. મુસ્તુફા પ્યારજી સહીતના ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...