ધરપકડ:ડભોઇમાં જુગાર રમતા 10 પૈકી 3 ખેલીઓ પકડાયા, 7 ફરાર

ડભોઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇ પોલીસે દારૂ-જુગારની બદી પર તવાઇ બોલાવી
  • પણસોલીમાં​​​​​​​ રસોડામાં સંતાડેલો દારૂ ઝડપાયો, બૂટલેગર ફરાર

ડભોઇમાં અસામાજિક પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા કામગીરી થઇ રહી છે. ત્યારે ગામ તળાવના કિનારે જુગાર રમતા 03 જુગારીઓ 12080ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે 07 જુગારીઓના નામ ખુલતાં તેમને ભાગેડુ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે પણસોલી વસાહતમા રહેતા ઇસમના ઘેર છાપો મારી વિદેશી દારૂ કવાર્ટરિયા નંગ-58 કિ.રૂા.7540 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપી ઘેર ના મળતાં ભાગેડુ જાહેર કરાયો હતો.

ઇ.પી.આઇ.એ.જી. પરમારે બાતમી આધારે નગરમાં તેમજ તાલુકામા ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા ડી સ્ટાફના જવાનોએ પણસોલી વસાહતમાં રહેતા પરેશ રાઠવાને ઘેર છાપો માર્યો હતો. જ્યાં રસોડામાં છુપાવેલ વિદેશી દારૂના ક્વાર્ટરિયા નંગ-58 મળી આવેલા. દારૂ વેચનાર ઇસમ ઘેર ના મળી આવતાં તેને ભાગેડુ જાહેર કરેલ છે.

બીજીબાજુ ડભોઇ ગામ તળાવ કિનારે ખુલ્લામાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા ઇસમો પર છાપો મારતા 3 જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જેઓની પુછપરછ કરતા અન્ય સાત જુગારીઓના નામ ખુલતાં તેઓને ભાગેડુ જાહેર કરી પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...