ડભોઇના કાજાપૂર ગામે ખેડૂતે પોતાના ઘરના વાડામાં મુકેલ ટ્રેકટર સપ્તાહ અગાઉ અજાણ્યા ઈશાની મધ્યરાત્રિના ચોરી કરી ભાગી છૂટયા હતા. બનાવની ખેડૂતે ડભોઇ પોલીસને ફરીયાદ આપી હતી. જેથી પી.આઇ. એસ.જે. વાઘેલા એ જુદાજુદા સોર્સ આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે બાતમી આધારે પી.એસ.આઇ. એ.એમ.પરમારે ડી.સ્ટાફને સાથે રાખી થરવાસા ગામની સીમમાંથી ત્રણ ઈસમોને ચોરી થયેલ ટ્રેકટર સાથે ઝડપી પાડયા હતા. ડભોઇ પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરીયાદી જયંતીભાઈ વિઠ્ઠલભાઈ પાટણવાડીયા રહે. કજાપૂર તા. ડભોઇની ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ત્યારે ગત તા - 06/11/2022ના રોજ રાત્રીના પોતાના ઘરની પાછળ વાડામાં લોક કરીને પાર્ક કરેલ ન્યુ હોલેન્ડ કંપનીનું જેની કી. રૂ. 2,00,000 પોતાનું ટ્રેકટર સવારે જણાઈ આવેલ ના હતું. જેથી જયંતીભાઈ પા.વા.એ તપાસ કરવા છતાં ના મળી આવતા ટ્રેકટર ચોરીની ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. ત્યારે પી.આઇ. એસ.જે. વાઘેલાએ જુદાજુદા સોર્સ આધારે તપાસ હાથ ધરી હતી.
તેવામાં બાતમી મળેલ જે ચોરીના વર્ણન મુજબનું ટ્રેકટર લઇ ત્રણ ઇસમો થરવાસા ગામથી ચાણોદ તરફે જઈ રહ્યા છે. ત્યારે પી.એસ.આઇ. એ.એમ.પરમારને કામગીરી માટે પી.આઇ. એ સૂચના આપતા ડી.સ્ટાફના હે.કો.દીપકભાઈ, રાજેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ, અર્જુનભાઈ, ભાવિકભાઈ તેમજ રાઈટર અરવિંદભાઈ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. થોડીવાર બાદ બાતમી મુજબનું ટ્રેકટર આવતા પી.એસ.આઇ. એ.એમ.પરમારે સાથી જવાનો સાથે ઘેરોઘાલી ત્રણેય આરોપીઓ સાથે ઝડપી પાડ્યું હતું.
ઝડપાયેલ આરોપીઓના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ રાજ સંજયભાઈ પાટણવાડીયા રહે. કજાપૂર, આકાશ જીતેન્દ્રભાઈ પાટણવાડીયા રહે. થરવાસા તા - ડભોઇ તેમજ દક્ષક ઉર્ફે દર્શન અશ્વિનભાઈ પટેલ રહે. ઉમા સોસાયટી, ડભોઇના હોવાનું જણાવ્યું હતું. જેથી તમામને ઝડપી પાડી કોરોના ટેસ્ટ કરાવી ચોરીના ગુન્હા હેઠળ કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરી છે.
સ્થાનિક યુવાનો ચોરીના રવાડે ચઢતાં આશ્ચર્ય
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના યુવાનો મહેનત મજૂરી કરી જીવન નિર્વાહ માટે પેટિયું રળતા હોય છે. ત્યારે ડભોઇ તાલુકાના કજાપુર ગામેથી ટ્રેકટર ચોરીનો પોલીસે ભેદ ઉકેલતા તેમાં ગ્રામ્ય અને ડભોઇના મળી ત્રણ યુવકોની જ સંડોવણી નીકળતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.