તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પતિતપાવની નર્મદા મૈયાના ઉદગમ સ્થાન અમરકંટકથી ત્રણ મિત્રો દ્વારા બોટ મારફતે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. આજરોજ આ નર્મદા ભક્ત મિત્રો ડભોઇ તાલુકાનાં યાત્રાધામ ચાંદોદના મલ્હારરાવ ઘાટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં નગરના શ્રદ્ધાળુઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસામો લઈ આ ત્રણેય મિત્રો કયાક બોટ મારફતે પરિક્રમાના નિયત રૂટ પર જવા રવાના થયા હતા.કહેવાય છે શ્રદ્ધાને કોઇ સીમાડા નથી હોતા.
પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી ભારતની એકમાત્ર પવિત્ર નદી અને માત્ર એજ નદીની પરિક્રમા થાય છે તેવી નદી એટલે પુણ્ય સલિલામા નર્મદા જી. માં નર્મદા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા દેશભરના અનેક શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહન મારફતે નર્મદાજીની પરિક્રમા કરી મૈયાની કૃપા યાચતા હોય છે.નર્મદાજી પ્રત્યે આવીજ અનન્ય શ્રદ્ધા અને આસ્થા ધરાવતા ભરૂચ, વડોદરા અને પુનાના ત્રણ મિત્રો જીતેન્દ્ર પટેલ, દેવાંગ ખારોડ તેમજ વિજય સોની દ્વારા નર્મદા જયંતીના પાવન દિવસથી નર્મદા મૈયાના ઉદગમ સ્થાન અમરકંટકથી અલગ-અલગ ત્રણ કયાક બોટ દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો છે.
આ નર્મદા પરિક્રમા-નર્મદા યાત્રા કરી રહેલા મિત્રો જળમાર્ગે બોટ દ્વારા ડભોઇના યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં નગરના શ્રદ્ધાળુ નૈનેશ વ્યાસ, વૈભવ જોષી અને રૂપલબેન જોશી દ્વારા ઉત્સાહભેર તેઓનું સ્વાગત કરી ભોજન પ્રસાદી અને વિસામાનું આયોજન કરાયું હતું.
ગુજરાતની જીવાદોરી એવી મા નર્મદા હંમેશા માટે સ્વચ્છ રહે એવા સંદેશ સાથે નીકળેલા આ ત્રણેય મિત્રો વિસામો લીધા બાદ ચાંદોદથી આગળના નિયત કરેલા રૂટ દહેજ તરફ જળમાર્ગે બોટ દ્વારા રવાના થયા હતા. વાતચીત દરમિયાન નર્મદા ભક્ત મિત્રોએ નર્મદા પરિક્રમા અંગેના પોતાના અનુભવ જણાવી વિશ્વભરમાંથી કોરોનાનો કહેર ઓછો થાય તેવી નર્મદા મૈયાને પ્રાર્થના કરી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.