કોરોના બેકાબુ:ડભોઇ નગર અને તાલુકા સહિત પંથકમાં કોરોના 3 કેસ, કોરોનાના ત્રણેવ દર્દી હોમ આઇશોલેશનમાં છે

ડભોઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડભોઈ, ખાનપુર અને ચાંદોદમાં 1-1 કેસ નોંધાયાં

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. ત્યારે ત્રીજી લહેરની શરૂઆત ડભોઈ પંથકમાં પણ થઈ ચૂકી છે. એક કેસ નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં જ્યારે બીજા બે કેસ તાલુકાના ખાનપુરા અને ચાંદોદ ગામમાં નોંધાયો છે.છેલ્લા દોઢ-બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. ત્યારે હાલ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની ત્રીજી પણ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. નગરના મહાનગરોમાં તો રાત્રે કર્ફ્યુ લંબાવાયા સહિત અનેક નિયંત્રણો મૂકવામાં આવ્યા આવા છે.

સંજોગોમાં શનિવારે ડભોઇ પંથકમાં પણ 3 કેસો નોંધાયા હોવાનું સત્તાવાર ટી.એચ.ઓ ડોક્ટર ગુડિયા રાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમા એક કેસ ડભોઇ નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં જ્યારે બીજો કેસ તાલુકાના ખાનપુરા અને ત્રીજો કેસ યાત્રાધામ ચાંદોદ ગામે નોંધાયો છે.

જોકે કોરોનાની આ ત્રીજી લહેર એટલી ઘાતક નથી. છતાં પણ તંત્ર દ્વારા તો પૂર્વ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. નોંધાયેલા બે કેસ વિશે ટી.એચ.ઓને પૂછતા તેઓએ જણાવ્યું કે ત્રણેય કેસોને હોસ્પિટલ્સ કરવાની જરૂરિયાત નથી. જેથી હાલ ત્રણેવ હોમ આઇશોલેશન અંદર સારવાર લઇ રહ્યા છે. જેની આરોગ્ય વિભાગ દ્વારા સમયસર તપાસણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...