ડભોઇ વડોદરા વચ્ચે રાજલી પાસે ચોરીના વાહન રાખનાર ઇસમ રૂપિયાની લેવડ દેવડ બાબતે વાતચીત કરવા આવનાર હોવાની જિલ્લા એલ.સી.બી.ટીમને બાતમી મળતા સતત પેટ્રોલીંગ અને વોચ રાખી હતી. દરમિયાન વેગા પાસેથી બાતમી મુજબના 3 ઇસમો ઝડપાયા હતા. તેઓની પુછપરછ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમા થયેલ વાહન ચોરી તેમજ કરજણ, વડોદરા તાલુકા, સાવલી, ધરણી, (મહારાષ્ટ્ર) અને ડભોઇ પોલીસમા નોંધાયેલ વાહન ચોરીના ગુન્હાના ભેદ ઉકેલાતા કુલ મુદ્દામાલ રૂપિયા 12,35,000 સાથે ત્રણેય ને ઝડપી પાડી આગળ ની તપાસ હાથ ધરેલ છે.
જિલ્લા એલ.સી.બી. ટીમના જવાનોને વાહન ચોર ટોળકીની બાતમી મળતા ડભોઇ નજીક વોચમા ગોઠવાઇ ગયા હતા. ત્યારે વેગા ત્રિભેટ પાસેથી બાતમી મુજબ ચોરીના વાહનો વેચાણ રાખનાર ઇસમ હીમતસિંગ અમીરસિંગ ગેહલોત ઉ.વ.39 ધંધો, દલાલી મુળ રહે.નાગેશ્વર, મહારાષ્ટ્ર. હાલરહે વાસદ તા. વાસદ જિ. આણંદ તેનો સાથીદાર યાકુબભાઇ ઉર્ફે વેજલીયો સત્તારભાઇ પથીયા ઉ.વ.44 રહે.સાતપુલ, ગોધરા, તેમજ ખીલાવતસિંગ વિજયસિંગ નીનામા ઉ.વ. 37 ડ્રાઇવીંગ રહે. રાયપુરીયા, તા. પેટલાવદ જિ. જાંબુઆ, મધ્યપ્રદેશના હોવાનુ જણાવ્યું હતું.
પોલીસે યુક્તિપ્રયુક્તિથી વધુ પુછપરછ કરતા ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહીત વાહન ચોરીના ગુન્હા આચરેલ હોવાનુ કબુલ્યું હતું. તેમજ કરજણ, વડોદરા તાલુકા, સાવલી, ધરણી અને ડભોઇ સહીત વાહન ચોરીના ગુન્હા આચરેલ હોવાનું કબુલતા જિલ્લા એલ.સી.બી.એ. ઝડપાયેલ આરોપીઓ પાસેથી કુલ રૂા. 12,35,000નો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો હતો. તેમજ ચોરીનો મુદ્દામાલ રાખનાર અને મદ્દદ કરનારા અન્ય પાંચના નામ પણ ખુલવા પામ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.