તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોમાં આનંદ:ડભોઈ તાલુકામાં 1280 લાખના ખર્ચે 29.90 કિમીનો રોડ બનશે

ડભોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની રજૂઆતના પગલે લેવાયેલા નિર્ણયથી ગ્રામજનોમાં આનંદ

ડભોઇ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યના પ્રયાસોથી કુલ 8 નવા કાચાથી પાકા રોડ કુલ 26.90 કિમિ કુલ રૂા. 1280 લાખના કામોને મંજૂરીની મોહર મળતા પ્રજામાં આનંદ જોવા મળી રહ્યો છે. આ જ કામોની માગણીઓ આવતાની સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને લેખિત રજૂઆતો કરતાની સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ કામોને સત્વરે મંજૂરીની મોહર લગાવી દેવામાં આવી છે.

વિગતવાર નવા અને જૂના સીમાંકનના માર્ગો વિશે જોવા જઈએ તો નવા સીમાંકનમાં મેઘાકોઈથી નારીયા 1.60 કિમી રૂા. 80 લાખ, અજીતપુરાથી રસુલપુરા 3.50 કિમી રૂા 140 લાખ, મુંજાર ગામથી સુંદરપુરા 1.50 કિમિ રૂા. 75 લાખ, રૂંવાદથી ડાંગીકુવા 2.80 કિમિ રૂા. 110 લાખ, જ્યારે ડભોઇ તાલુકાની વાત કરવા જોઈએ તો દંગીવાડાથી સુવાલજા 2.40 કિમિ રૂા. 120 લાખ, રાજપુરાથી તેનતળાવ 3.50 કિમિ રૂા. 250 લાખ, અબ્દુલ્લા પુરાથી કડધરાપુરા 2.20 કિમિ રૂા. 105 લાખ, મોટા હબીપુરાથી સાઠોદ 4.50 કિમિ રૂા. 200 લાખ, તો તેની સાથે સાથે વડોદરા તાલુકાના અણખી રામનાથ રૂવાદ રોડને પહોળો કરવાનું કામ 4.90 કિમિ રૂા. 200 લાખના કરશે મંજુર કરવામાં આવેલ છે. આમ નાયબ મુખ્યમંત્રી દ્વારા કુલ 26.90 કિમિના કામો રૂા. 1280 નાઓની મંજૂરીની મહોર વાગી જતા આ તમામ પંથકની પ્રજામાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. સાથોસાથ વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ઋણ સ્વીકાર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...