ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 2025 સુધી ક્ષયને નાબૂદ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવેલ છે. અને ટી. બી. વિભાગના અધિકારીઓ પણ ક્ષયના દર્દીઓને સેવા પૂરી પાડી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા પણ દર્દીઓને પોષ્ટિક આહાર માટે સહાય આપવામાં આવે છે. તેમ છતાંય વડોદરા જિલ્લાના માં પાછલા સમય કરતાં વધુ ક્ષયના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 60000 ઉપરાંત કેસ છે અને વડોદરા જિલ્લામાં દર્દીઓની સંખ્યામા વધારો જોવા મળે છે.
આધાર ભૂત સુત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ વડોદરા ગ્રામ્યમાં આશરે 1012, ડભોઇ 192, ડેસર 116, કરજણ 149, પાદરા 267, સાવલી 186, શિનોર 91, વાધોડીયા 601 સાથે કુલ 2614 જેટલા કેસ જોવા મળે છે. જાણકારોની વાત માનીએ તો પોષ્ટીક આહારની ઉણપ, વાતાવરણ અને ફાસ્ટફુડ અને જીવનની બદલાતી રીતભાતો ક્ષયના રોગ માટે જવાબદાર હોવાનું મનાય છે.
સરકાર એક તરફ ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા આખાય દેશમાં થાય છે. પરંતુ હાલ ગુજરાતમાં વધતા ક્ષયના કેસોએ ગુજરાતના આરોગ્ય વિભાગની પોલ ખોલી છે. કહે છે કે કેટલીકવાર ખાનગી તબીબો પણ ક્ષયના દર્દીઓની સારવાર કરે છે. જે અધુરી રહેતા દર્દીમાં રોગપ્રતિકારક શક્તિ ધટતા દર્દીની હાલત કફોડી બને છે. પછી એ દર્દી સરકારી માં દવા માટે જાય છે. ત્યાં સુધી કેટલાક કેસમાં મોડું થઈ ચૂકયુ હોય છે.
વડોદરા જિલ્લાના ટી.બી વિભાગના તબીબો દ્વારા ક્ષયના દર્દીમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ખોરાક માટે સામાજિક અને કેટલીક કંપનીઓનો સહારો લઈ રહ્યા છે. પરંતુ એ બધું તો થશે પણ આરોગ્ય વિભાગ નકકર કાર્યવાહી કરી ક્ષયના રોગને નાથવા જનજાગૃતિના કાર્યક્રમો કરે અને આરોગ્યની સેવામાં સુધારો અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો જ વર્ષ 2025માં ક્ષયને નાબૂદ કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.